અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકી સુપ્રીમ કોર્ટ તરફથી પણ મોટો ઝટકો લાગ્યો છે.
નીચલી અદાલતે ટ્રમ્પને ચૂંટણી લડવા અયોગ્ય ઠેરવ્યા બાદ તેઓએ સુપ્રીમ કોર્ટમાં વહેલી સુનાવણી માટે કરેલી અરજીને ફગાવી દીધી છે.
મહત્વનું છે કે તાજેતરમાં નીચલી અદાલતે ડોનાલ્ડ ટ્રમ્પને રાષ્ટ્રપતિની ચૂંટણી માટે અયોગ્ય જાહેર કર્યા હતા.
નીચલી અદાલતના નિર્ણયને પડકારતાં ટ્રમ્પે સુપ્રીમ કોર્ટમાં વિનંતી કરી કે આ કેસની સુનાવણી જલ્દી થાય, જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી.

અગાઉ નીચલી અદાલતે આપેલા ચુકાદા મામલે ટ્રમ્પની ટીમ તરફથી જણાવાયું હતું કે કોર્ટનો આ નિર્ણય ખામીયુક્ત છે અને બિનલોકતાંત્રિક છે. તેમણે આ ચુકાદાની વિરુદ્ધ અપીલ કરવાનો નિર્ણય કર્યો હતો.
ટ્રમ્પની ટીમના એક પ્રવક્તાએ કહ્યું હતું કે ‘કોલોરાડો કોર્ટે સંપૂર્ણપણે ખામીયુક્ત ચુકાદો આપ્યો છે અને અમે એની વિરુદ્ધ યુનાઇટેડ સ્ટેટ્સ સુપ્રીમ કોર્ટમાં ઝડપથી અપીલ કરીશું.’
ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં આ અંગે વિશેષ વકીલ જેક સ્મિથ દ્વારા થયેલી અરજીને કોર્ટે ફગાવી દીધી હતી.

સુપ્રીમ કોર્ટે એક લીટીના આદેશમાં વિનંતીને નકારી કાઢી હતી જેમાં નિર્ણયનું કોઈ કારણ આપવામાં આવ્યું ન હતું.