ભારતમાં 2024 લોકસભાની ચૂંટણીઓ આગામી 19 એપ્રિલથી શરૂ થઈ 1 જૂન સુધી યોજાનાર છે ત્યારે રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર શરૂ થયો છે આવા સમયે ભાજપને બહુમતીથી ચૂંટી કાઢી નરેન્દ્રભાઈ મોદીને દેશનું સુકાન ફરી આપવા લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે વિદેશની ધરતી ઉપર પણ મોદીજીનો નારો ‘અબકી બાર 400 પાર’લાગ્યો છે.

ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં વસતા મૂળ ભારતીયોમાં મોદીજીને બહુમતીથી જીતાડવા હાકલ કરવામાં આવી રહી છે.

ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં આવોજ માહોલ જોવા મળી રહ્યો છે અહીં ઓવરસીઝ ભાજપ પ્રમુખ જય શાહની અધ્યક્ષતામાં ભાજપના 44મા સ્થાપના દિવસની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં કાર્યકરો હાથમાં ભાજપના ઝંડા લઈને અને પીએમ મોદીની ફેમિલી ટી-શર્ટ પહેરીને કાર્યક્રમમાં પહોંચ્યા હતા.

ઉપરાંત અહીં વસતા મૂળ ભારતીય ભાજપના કાર્યકરોએ લગભગ 110 કાર સાથે રેલી કાઢી હતી.

અહીં રહેતા મૂળ પંજાબ, કર્ણાટક, ઉત્તરાખંડ, તમિલનાડુ, બિહાર, ઓરિસ્સા,મહારાષ્ટ્ર, ગુજરાત અને તેલંગાણાના ભારતીયોએ પોતપોતાના રાજ્યોની સમસ્યાઓ અને વિકાસ વિશે માહિતી આપી હતી અને વિદેશની ધરતી ઉપર રહીને ભારતીય સમુદાયને મોદીજીને વોટ આપી ભાજપને વિશ્વની સૌથી મોટી પાર્ટી બનાવવા અપીલ કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરમાં પણ મૂળ ભારતીય સમુદાય દ્વારા કાર રેલી,સભાઓ કરી મોદીજીના સમર્થનમાં કાર્યક્રમો કરી ભારતના વડાપ્રધાન મોદી બને તે માટે અપીલ કરવામાં આવી હતી.