15th August, Australia, India, Indian tricolors, Sydney Opera House, Sydney, ઓસ્ટ્રેલિયા, સિડની, ભારત,

ઓસ્ટ્રેલિયાના સુપ્રસિદ્ધ સિડની ઓપેરા હાઉસ ખાતે તિરંગો લહેરાવીને 15મી ઓગસ્ટની ઉજવણી, ભારતીયોની ખુશી બેવડી થઇ

નમસ્કાર ગુજરાત ન્યૂઝ
15મી ઓગસ્ટની સમગ્ર ભારત સહિત વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવી. વિવિધ દેશોના ઐતિહાસિક ઇમારતો પર ભારતીય તિરંગો લહેરાવીને ભારતને ઓસ્ટ્રેલિયા સહિતના દેશોએ એકપ્રકારે સ્વતંત્રતા દિવસની ખુશીઓ વહેંચી હતી. ઓસ્ટ્રેલિયાના સુપ્રસિદ્ધ સિડની ઓપેરા હાઉસ ખાતે તિરંગો લહેરાવીને 15મી ઓગસ્ટની ભારતને શુભકામના પાઠવી હતી.

ભારતના 75 માં વર્ષના આઝાદીના આમ મહોત્સવને વિશ્વના અનેક દેશોએ વધાવી લીધો છે. મુસ્લિમ દેશોએ ભારતને 75 માં સ્વતંત્ર દિનની શુભેચ્છા પાઠવી છે તો બીજી તરફ અનેક દેશોએ પોતાના લેન્ડમાર્ક સ્થળોને તિરંગાની લાઇટિંગ સજાવ્યા છે. ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ઓપેરા હાઉસને તિરંગા ની લાઇટિંગથી સજાવવામાં આવતા ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીયોમાં ઉત્સાહની લાગણી પ્રસરી ગઈ હતી.

સિડની ઓપેરા હાઉસમાં દર વર્ષે લહેરાવાય છે તિરંગો
ભારતના સ્વતંત્રતા દિવસને હર ઘર તિરંગા સાથે ઉજવવાનું નક્કી કરાયું હતું અને બીજી તરફ વિદેશમાં વસતા ભારતીયોએ પણ પોતાના નિવાસે તિરંગો લગાવીને આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી હતી. આ તરફ સિડની ઓપેરા હાઉસ પર તિરંગો લહેરાતા જોઇને વિદેશીઓ પણ બોલી ઉઠ્યા હતા કે વાહ ઓસ્ટ્રેલિયા વાહ…જે પ્રકારેઓસ્ટ્રેલિયન સરકારે ઉજવણીની વ્યવસ્થા કરીને ભારતને સપોર્ટ કર્યો છે તે જોઇને દરેક ભારતીયની છાતી ગર્વથી બહાર આવી છે. ઓપેરા હાઉસ પર ઉજવણીને પગલે ભારતીયો પહેલેથી જ પહોંચી ગયા હતા.