બ્રિસબેનથી એક હજાર કિલોમીટર દૂર આવેલા ક્વિલ્પીશાયરના મેયર દ્વારા સ્કીમ લોન્ચ કરાઇ
ક્વિલ્પી શાયરની વસ્તી માત્ર 650 લોકોની છે અને તે બ્રિસ્બેનથી 1000 કિલોમીટર દૂર છે. આ ટાઉનમાં મુવ થવા ઇચ્છતા લોકોને $20,000 ઓફર કરવામાં આવ્યા છે જોકે તેની પાછળ કેટલીક શરતો રાખવામાં આવી છે. ત્યાં જવા ઇચ્છતા લોકોએ જમીનનો પ્લોટ ખરીદવા, ઘર બાંધવા અને તેમાં રહેવા માટે આ પ્રસ્તાવિત નાણાંનો ઉપયોગ કરવો જોઈએ. હવે કોઇપણ શહેરમાં મુવ થવાના જો પૈસા મળતા હોય તો ભારતીયો કેમ પીછેહઠ કરે. કારણ કે શહેરના CEOના મતે ભારતથી પણ કેટલીક ઇન્કવાયરી આવી છે.
ક્વિલ્પી શાયર કાઉન્સિલના CEO જસ્ટિન હેનકોકે આ યોજના કેવી રીતે કામ કરે છે તે અંગે સમજાવતા કહ્યું કે “તે એવી ગ્રાન્ટ છે જે આપણે ફર્સ્ટ હોમ બાયરની ગ્રાન્ટ દ્વારા રાજ્ય અને સંઘીય સરકારની ઑફર કરીએ છીએ તેના જેવી જ છે.” “આ બધું લોકોને અમારા પ્રદેશમાં નિર્માણ કરવા અને ખસેડવા માટે રોકડ પ્રોત્સાહન આપવા અંગે જાહેર કરવામાં આવ્યું છે. ” “અહીં કેટલીક અન્ય શરતો છે પરંતુ અમે તેને શક્ય તેટલું સરળ રાખ્યું છે. જેથી ક્વિલ્પીમાં જમીનના એક બ્લોકની કિંમત લગભગ $20,000 છે તેને લોકો આસાની ખરીદી શકે.
શહેર નાનું હોવા છતાં, હેનકોકને શહેરના સમુદાય અને નોકરીની સંભાવનાઓ પર વિશ્વાસ હતો. હેનકોકના મતે જે લોકો વર્ક ફ્રોમ હોમ કરી શકે છે અથવા તેમની પાસે નવીન કોઇ તક છે તેઓ ક્વિલ્પી મુવ થઇ શકે છે. “ત્યાં પુષ્કળ નોકરીઓ ઉપલબ્ધ છે, અને વર્ષના અંત સુધીમાં ઘરેથી કામ કરવાની ક્ષમતા, અમે સીધા જ પરિસરમાં NBN મેળવીશું. ક્વિલ્પી શાયર કાઉન્સિલે 18 મહિના પહેલા ગ્રાન્ટનો પ્રથમ રાઉન્ડ બહાર પાડ્યો હતો, અને કહે છે કે નગરમાં સ્થળાંતર કરવા વિશે 600 થી વધુ પૂછપરછ કરવામાં આવી છે.
ક્વિલ્પી શાયર કાઉન્સિલે તેની હોમ ઓનર ગ્રાન્ટ સ્કીમમાં નોંધપાત્ર વધારા પર હસ્તાક્ષર કર્યા છે, જે અગાઉ $12,500 હતી. હેનકોકે જણાવ્યું હતું કે, “આવી નીતિ રજૂ કરનારી અમે આઉટબેક ક્વીન્સલેન્ડમાં પ્રથમ કાઉન્સિલ હતી અને ઘણે અંશે તેમાં સફળતા પણ મળી છે. – અમને સમગ્ર ઓસ્ટ્રેલિયા તેમજ વૈશ્વિક સ્તરે યુએસ, ભારત અને આયર્લેન્ડમાંથી ઇન્કવાયરી આવી હોવાનો દાવો સીઇઓ હેનકોકે કર્યો હતો.
મેયર સ્ટુઅર્ટ મેકેન્ઝીએ જણાવ્યું હતું કે, ખાસ કરીને કારણ કે દરિયાકાંઠે અને મેટ્રો વિસ્તારો પર રહેવાની કિંમત ખરેખર આ વર્ષે રેકોર્ડ બ્રેક અને અસહ્ય રહી છે. ક્વિલ્પી શાયર કાઉન્સિલનો હેતુ શહેરની વસ્તીને 1000 રહેવાસીઓ સુધી વધારવાનો છે અને હાલમાં શહેરની વસતી લગભગ 800 છે.
આ શહેરમાં બે સુપરમાર્કેટ, એક કસાઈ, બેકર, સમાચાર એજન્સી, હેરડ્રેસર, હોસ્પિટલ, મેડિકલ સેન્ટર અને ફાર્મસી તેમજ બે શાળાઓ અને પ્રારંભિક શિક્ષણ કેન્દ્રનો સમાવેશ થાય છે. બ્રિસ્બેન અને માઉન્ટ ઇસા માટે પુષ્કળ “ખુલ્લી જગ્યાઓ” અને બે વાર સાપ્તાહિક ફ્લાઇટ્સ પણ છે.