રશિયા અંગે પણ બંને બંને દેશોએ કરી મુક્તમને ચર્ચા

નમસ્કાર ગુજરાત ન્યૂઝ

કોપનહેગનમાં 2જી ભારત-નોર્ડિક સમિટની દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે તેમના સ્વીડિશ સમકક્ષ મેગડાલેના એન્ડરસન સાથે વાતચીત કરી હતી જ્યાં બંને પક્ષોએ દ્વિપક્ષીય ભાગીદારીમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી. મેગડાલેના એન્ડરસને કહ્યું કે રશિયા અને યુક્રેનમાં સંકટ અંગે પણ વાતચીત થઈ છે. આ સાથે જ બંને દેશો સંબંધોને વધુ મજબૂત બનાવવાની દિશામાં આગળ વધી રહ્યા છે.
તેમણે કહ્યું કે ભારતના વડાપ્રધાન સાથેની મુલાકાત ઘણી સારી રહી, અમે ઘણા મુદ્દાઓ પર વાત કરી છે. ઘણી સ્વીડિશ કંપનીઓ હાલમાં ભારતમાં કામ કરી રહી છે અને આગામી સમયમાં બંને દેશો કેવી રીતે પરસ્પર ભાગીદારી વધારી શકે તે દિશામાં ચર્ચા કરી રહ્યા છે. મેગડાલેના એન્ડરસને એમ પણ કહ્યું કે સ્વીડનમાં અમે સંસદમાં નાટો સભ્યપદ અંગે ચર્ચા કરી રહ્યા છીએ. જોકે હાલ રશિયાએ સમગ્ર દેશ તથા વિશ્વને આ દિશા અંગે ચિંતામાં મૂક્યું છે.