ભારતીય ફિલ્મ RRR એ ઓસ્કાર 2023માં ઈતિહાસ રચ્યો

95માં એકેડેમી એવોર્ડ્સ એટલે કે ઓસ્કાર 2023 એ ભવ્ય ઓપનિંગ બાદ ટીવી અને સોશિયલ મીડિયા પર પ્રભુત્વ જમાવ્યું છે. લોસ એન્જલસમાં આયોજિત આ એવોર્ડ શોમાં હોલીવુડથી લઈને બોલિવૂડ સુધીના ઘણા સ્ટાર્સ પહોંચ્યા છે. ભારતીય ફિલ્મ RRR એ ઓસ્કાર 2023માં ઈતિહાસ રચ્યો છે. આ વર્ષે ડિરેક્ટર એસએસ રાજામૌલીની ફિલ્મ RRRને બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે. RRR આ શ્રેણીમાં નામાંકન મેળવનાર પ્રથમ ભારતીય ફિલ્મ હતી. RRR એ આ એવોર્ડ જીતીને ભારતને ગૌરવ અપાવ્યું.

ગાયક રાહુલ સિપલીગંજ અને કાલ ભૈરવે ઓસ્કાર એવોર્ડ નાઈટમાં RRR ના ‘નાટુ નાટુ’ પર સ્ટેજ પર લાઈવ પરફોર્મન્સ આપ્યું હતું. આ દરમિયાન સ્ટેડિયમમાં હાજર તમામ લોકોએ ‘નટુ નટુ’ની ધૂન પર ડાન્સ કર્યો અને ગીતને સ્ટેન્ડિંગ ઓવેશન પણ મળ્યું.

ભારતની ટૂંકી દસ્તાવેજી ફિલ્મ ધ એલિફન્ટ વ્હીસ્પર્સે પણ ઓસ્કાર 2023માં એવોર્ડ જીત્યો હતો. નિર્માતા ગુનીત મોંગાની આ ફિલ્મને ઘણો પ્રેમ આપવામાં આવી રહ્યો છે. દીપિકા પાદુકોણ આ એવોર્ડ સમારોહમાં પ્રસ્તુતકર્તા તરીકે પહોંચી છે. તેના લુકની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે.

RRRના ગીત નટુ નટુએ શ્રેષ્ઠ મૂળ ગીતનો ઓસ્કાર એવોર્ડ જીતીને ઈતિહાસ રચ્યો છે. મ્યુઝિક કમ્પોઝર એમ.એમ.કીરાવાણીએ પોતાના ફની સ્પીચથી દરેકના દિલને ખુશ કરી દીધા હતા. આ ગીતનું નામ સાંભળતા જ આખું ડોલ્બી થિયેટર આનંદિત થઈ ગયું હતું.

‘નાટુ-નાટુ’ એ અગાઉ ગોલ્ડન ગ્લોબ્સ એવોર્ડ્સમાં બેસ્ટ ઓરિજિનલ સોંગનો ખિતાબ જીત્યો હતો. આરઆરઆરનું ‘નાટુ-નાટુ’ ગીત લખનારા ચંદ્ર બોસ અને સંગીતકાર એમ.એમ.કેરાવાણીએ ઓસ્કર સમારંભમાં ટ્રોફી લીધી હતી.