પોતાના પરિવાર સાથે બ્રિસબેનમાં રહે છે રેખા બોહરા
મિસિસ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા 2022નો ખિતાબ ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનના 47 વર્ષીય ડોક્ટર રેખા બોહરાના શીરે
રેખા તેના બે પુત્રો અને પતિ સાથે બ્રિસ્બેનમાં રહે છે. રેખાનો જન્મ ભારતના જબલપુરમાં થયો હતો. તેણે ભોપાલથી MBBS અને જયપુરથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. ઓસ્ટ્રેલિયાના રહેવાસી બનતા પહેલા યુકેમાં રહેતા અને કામ કરતા હતા. રેખા પાસે MBBS, DRCOG, MRCGP અને FRACGP (રોયલ કોલેજ ઓફ જનરલ પ્રેક્ટિશનર્સ, યુકેના સભ્ય અને ફેલો) છે. એક જીપી, ગાયનેકોલોજિસ્ટ, હવે કોસ્મેટિક ફિઝિશિયન તરીકે કારકિર્દીમાં આગળ વધી રહ્યા છે.
રેખાને નૃત્ય અને મુસાફરી અને નવા સ્થળો, તેમના ઇતિહાસ અને સંસ્કૃતિ વિશે શીખવાની મજા આવે છે. તેણી દ્રઢપણે માને છે કે જો તમે તમારી જાત પર વિશ્વાસ કરો છો અને તમારા દીલ અને મહેનતને તેમાં લગાવો તો કંઈપણ અશક્ય નથી. તે ભારતીય મહિલા સશક્તિકરણ માટે કામ કરવા ઈચ્છે છે અને તેમને આત્મવિશ્વાસ, આત્મ પ્રેમ અને આત્મસન્માન વધારવામાં મદદ કરે છે.
ડૉ. રેખાએ પોતાની જીત અંગે જણાવ્યું હતું કે મેં આ સ્પર્ધામાં ભાગ લેવાનું નક્કી કર્યું કારણ કે હું મારી જાતને પડકારવા માંગતી હતી. મિસિસ ઇન્ડિયા ઑસ્ટ્રેલિયા 2022 ની આ સફર અવિશ્વસનીય અનુભવ રહી છે…મિસ ઇન્ડિયા ઑસ્ટ્રેલિયા એ માત્ર સૌંદર્ય સ્પર્ધા નથી, તે વ્યક્તિગત વિકાસની સફર છે. !!
વધુમાં તેમણે કહ્યું કે હું આ વર્ષે વધુ માંગી શકું તેમ નથી. કારણ કે રાજ સૂરીની તાલીમ અને માર્ગદર્શને મને આ સ્તરે પહોંચાડી છે. જેમણે મને મારી ક્ષમતાને ઓળખવામાં અને આ તબક્કે પહોંચવામાં મદદ કરી છે. તેમણે મને મારી શક્તિનો અહેસાસ કરાવ્યો અને મારો આત્મવિશ્વાસ હજાર ગણો વધારવામાં મદદ કરી છે અને આ એક સ્વપ્ન સાકાર જેવું છે!