શાહરૂખ ખાનની ‘ડિંકી’ વિશે ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી કે આ ફિલ્મ કયા OTT પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થવા જઈ રહી છે.
આખરે આ ફિલ્મ OTT પર આવી ગઈ છે.

ફિલ્મસ્ટાર શાહરૂખ ખાનની ‘ડિંકી’એ બોક્સ ઓફિસ પર જોરદાર ધૂમ મચાવ્યા બાદ ચાહકો આ ફિલ્મના OTT સ્ટ્રીમિંગની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

દરમિયાન, વેલેન્ટાઈન ડેના અવસર પર શાહરૂખે ફેન્સને સરપ્રાઈઝ આપવાની વાત કરી હતી અને આખરે કિંગ ખાને ફેન્સને ખુશ કરી દીધા છે.

ફિલ્મ ‘ડિંકી’ OTT પર રિલીઝ થઈ છે. ચાલો જાણીએ કે શાહરૂખ ખાનની આ ફિલ્મ તમે કયા OTT પ્લેટફોર્મ પર જોઈ શકો છો.

હા, હવે ક્લીઅર થઈ ગયું છે કે ફિલ્મ ડંકી હવે નેટફ્લિક્સ ઉપર જોઈ શકાશે,નેટફ્લિક્સે આ ફિલ્મના રાઈટ્સ ખરીદી લીધા છે.

નેટફ્લિક્સે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સત્તાવાર પોસ્ટ શેર કરીને જાહેરાત કરી છે કે હવે તમે આ ફિલ્મ નેટફ્લિક્સ પર ઘરે બેસીને આરામથી માણી શકો છો.
શાહરૂખની આ ફિલ્મ 21 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.
ડંકીમાં શાહરૂખે હાર્ડી નામના છોકરાનું પાત્ર ભજવ્યું છે.
ફિલ્મમાં શાહરૂખ ખાન ઉપરાંત તાપસી પન્નુ, વિકી કૌશલ, બોમન ઈરાની સહિતના ઘણા કલાકારોની મહત્વની ભૂમિકામાં છે.
ફિલ્મની વાર્તા 4 મિત્રોની છે, જેઓ પોતાના સપના પૂરા કરવા માટે ગેરકાયદેસર રીતે બીજા દેશમાં જવાનો પ્રયાસ કરે છે.
પરંતુ આ સફર અપેક્ષા કરતા વધુ ખતરનાક સાબિત થાય છે.
આ કોમેડી ડ્રામા ફિલ્મને રાજકુમાર હિરાનીએ ડિરેક્ટ કરી છે.
આ ફિલ્મની વાર્તા પણ તેમણે જ લખી છે હવે તમે આ ફિલ્મ નેટફ્લિક્સ ઉપર જોઈ શકો છો.