ગુજરાતમાં ક્ષત્રિયો વિરુદ્ધ ટિપ્પણી વચ્ચે રાજપૂતોમાં આક્રોશ છે અને હાલમાં આંદોલન ચાલી રહ્યું છે જેઓની એકજ માંગ છે કે રૂપાલાની ટીકીટ રદ્દ કરવામાં આવે પણ ભાજપે તેઓની ટીકીટ રદ્દ નહિ કરતા ભારે વિરોધ ચાલુ છે અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર તરીકે પુરુષોત્તમ રૂપાલા ચૂંટણી લડશે તેવું નક્કી છે ત્યારે આવા માહોલમાં રાજકોટ કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ અમરેલીમાં પરેશ ધાનાણી પાસે
પહોંચ્યું હતું અને તેમને રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડવા માટે આમંત્રણ આપતા તેઓએ આ આમંત્રણ સ્વીકારી લીધું છે.

હવે આ વાત સામે રાજકોટથી પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરાની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું હતું કે રાજકોટમાં BJP પાંચ લાખથી
વધુની લીડથી જીતશે.


તેઓએ દાવો કર્યો હતો કે કોંગ્રેસના કોઈપણ ઉમેદવાર રાજકોટથી લડશે તો તેમની ડિપોઝિટ ડુલ થઈ જશે.


અહીં ચૂંટણી લડવા વિરોધ પક્ષમાંથી પરેશ ધાનાણી આવે,રાહુલ ગાંધી આવે કે સોનિયા ગાંધી આવે તેમને અમે આવકારીએ છીએ, પરંતુ જીત તો ભાજપની જ થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ બૂથ લેવલથી લઈને પ્રદેશ કક્ષા સુધી મજબૂત સંગઠન સાથે કામ કરી રહ્યું છે અને રાજકોટ બેઠક ઉપર ભાજપની જીત થશે.


જોકે,હાલમાં માહોલ એવો ક્રિએટ થયો છે કે ક્ષત્રિય આંદોલનને ભાજપ હળવાશ થી લઈ રહ્યું છે પણ હકીકત એવી છે કે જ્યાં જ્યાં જે ગામમાં ક્ષત્રિય વસતી છે તેવા ગામોમાં ભાજપના નેતાઓનો વિરોધ થઈ રહ્યો છે મતલબ કે રાજકોટ બેઠક સિવાયની અન્ય બેઠકો માટે ભાજપના નેતાઓ સામે રોષ જોવા મળી રહ્યો છે આવા સમયે ભાજપને નુકશાન જવાની અને સંઘર્ષ થવાની પણ શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે ત્યારે 16મી એપ્રિલ બાદ ગુજરાતમાં સ્થિતિ વધુ વકરે તેવો માહોલ જોવા મળી રહ્યો છે.