બોક્સ ઓફિસ પર જવાનનો જાદુ યથાવત્, વિકી કૌશલની ફિલ્મને નબળો પ્રતિસાદ

વિકી કૌશલ દરેક વખતે પોતાની એક્ટિંગથી ચાહકોને દિવાના બનાવે છે. કોમેડી હોય કે સિરિયસ રોલ, વિકી દરેક રોલને પર્ફેક્ટલી સૂટ કરે છે. આ વખતે પણ વિકી એક એવી ફિલ્મ લાવ્યો જે એક સંદેશ આપે છે. ક્રિટિક્સને ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી પસંદ આવી છે પરંતુ એવું લાગે છે કે ચાહકોને તે વધુ ગમ્યું નથી. ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલીનું પ્રથમ દિવસનું કલેક્શન જાહેર કરવામાં આવ્યું છે. જે કંઈ ખાસ નથી. વિકીની ફિલ્મ શાહરૂખ ખાનની જવાન સામે કમાલ કરી શકી નથી.

ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલીની વાત કરીએ તો, આ એક ફેમિલી ડ્રામા ફિલ્મ છે જેમાં વિકી કૌશલે ભજન ગાયકની ભૂમિકા ભજવી છે. તેમનું જીવન બદલાઈ જાય છે જ્યારે તેમના પરિવારને ખબર પડે છે કે તેમનો પુત્ર હિંદુ નથી પણ મુસ્લિમ છે. તે પછી શું થાય છે તે જાણવા માટે તમારે થિયેટરમાં જવું પડશે.

આટલું કલેક્શન શરૂઆતના દિવસે કરવામાં આવ્યું હતું
ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલીની વાત કરીએ તો ફિલ્મનો શરૂઆતના દિવસે ખરાબ દિવસ રહ્યો હતો. એક અહેવાલ મુજબ, ફિલ્મે ભારતમાં પ્રથમ દિવસે 1.40 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. સપ્તાહના અંતે આ કલેક્શન વધી શકે છે. જોકે હાલ તો નબળો પ્રતિસાદ ચાહકોનો મળી રહ્યો છે.

જવાન સામે નિષ્ફળ ગઇ ફિલ્મ
શાહરૂખ ખાનના જવાન સામે ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી નિષ્ફળ ગઈ છે. જ્યારે જવાન એક દિવસમાં 7-8 કરોડ રૂપિયા એકઠા કરી રહ્યો છે, ત્યારે ધ ગ્રેટ ઇન્ડિયન ફેમિલીને 1.50 કરોડ રૂપિયા પણ એકઠા કરવામાં મુશ્કેલી પડી રહી છે.

ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલીની વાત કરીએ તો, તેનું દિગ્દર્શન વિજય કૃષ્ણ આચાર્ય દ્વારા કરવામાં આવ્યું છે અને આદિત્ય ચોપરા દ્વારા નિર્મિત છે. ફિલ્મમાં વિકી કૌશલની સાથે માનુષી છિલ્લર, કુમુદ મિશ્રા, મનોજ પાહવા અને યશપાલ શર્મા મહત્વની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે.