ઓસ્ટ્રેલિયાના પૂર્વ ટેસ્ટ ક્રિકેટર અને કોમેન્ટર એવા માઈકલ સ્લેટરની પોલીસે એક ડઝનથી વધુ ગુનાના આરોપ બાદ અટકાયત કરી હતી.
ત્યારબાદ 54 વર્ષીય માઈકલ સ્લેટરને મારૂચિડોર મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરાયો હતો તેઓ હાલ કસ્ટડીમાં છે અને આજે ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

5 ડિસેમ્બર 2023 અને 12 એપ્રિલ 2024 વચ્ચે ક્વીન્સલેન્ડના સનશાઈન કોસ્ટ પર આચરવામાં આવેલા કથિત અપરાધોને લગતા 19 કેસ નોંધવામાં આવ્યા છે.
સ્લેટર વિરુદ્ધ ગેરકાયદે પીછો કરવા સહિત ધાકધમકી અને ઘરેલુ શોષણના
19 કેસ નોંધાયેલા છે.
ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ઓપનિંગ બેટ્સમેન અને ટીવી કોમેન્ટેટર પર જામીન અને ઘરેલું હિંસા સહિત દસ ગુનાનો આરોપ મુકવામાં આવ્યો છે.

પોલીસે શુક્રવારે સનશાઈન કોસ્ટમાંથી પૂર્વ ક્રિકેટરની ધરપકડ કરી હતી.

સ્લેટરના કેસની સુનાવણી આજે મંગળવારે (16 એપ્રિલના રોજ) થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે સ્લેટરે 1993ના એશિઝ પ્રવાસ વખતે ડેબ્યૂ કર્યા બાદ ઓસ્ટ્રેલિયા માટે 74 ટેસ્ટ રમી હતી, જેમાં તેણે 14 સદી સાથે 42.83ની એવરેજથી 5312 રન કર્યા હતા
અને 42 વન-ડે મેચ પણ રમી હતી. સ્લેટરે 2004માં ક્રિકેટમાંથી નિવૃત્તિ
લીધી અને સફળ ટીવી કોમેન્ટ્રી તરીકેના કરિયરની શરૂઆત કરી હતી
હવે આ તેઓ વિવાદમાં ફસાયા છે.