ગુજરાતમાં લોકસભા ચૂંટણીઓ અગાઉ રાજકીય પક્ષોમાં ઉથલ પાથલ મચી છે અને કોંગ્રેસમાંથી એક પછી એક વિકેટ ખડવા માંડી છે ત્યારે બીજી તરફ હવે ભાજપમાં પણ અસંતોષની આગ ફેલાવાની શરૂઆત થઈ હોય તેમ
વડોદરાના સાવલીના ભાજપ ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપી દેતા અનેક તર્કવિતર્ક વહેતા થયા છે.
કેતન ઇનામદારે વિધાનસભા અધ્યક્ષ શંકર સિંહ ચૌધરીને ઇમેલથી રાજીનામાનો પત્ર મોકલી આપ્યો છે,જે સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. ખરેખરતો નિયમ મુજબ જો જોવા જઈએ તો ધારાસભ્ય જ્યાં સુધી વિધાનસભા અધ્યક્ષને રૂબરૂ મળીને રાજીનામું ન સોંપે ત્યાં સુધી તે માન્ય ગણાતું નથી પણ અહીં કેતન ઇનામદારે ઇમેલથી રાજીનામું મોકલ્યું છે.

વડોદરાના સાવલીના ભાજપ ધારાસભ્ય કેતન ઇનામદારે ગત મોડીરાત્રે ઇમેલથી શંકર સિંહ ચૌધરીને રાજીનામું મોકલી આપ્યું છે.

આપને જણાવી દઈએ કે કેતન ઇનામદાર ત્રણ વખતથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. તેઓ પ્રથમ વાર 2012માં અપક્ષ તરીકે ધારાસભ્ય તરીકે ચૂંટણી લડી અને જીત્યા હતા. ત્યારબાદ 2017 અને 2022માં ભાજપના સિમ્બોલ ઉપર ચૂંટણી લડી ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા હતા. સહકારી ક્ષેત્રે પણ તેઓનું મહત્વનું યોગદાન રહ્યુ છે.
સાથેજ ગુજરાત પ્રદેશ ભાજપમાંથી રાજીનામું આપનાર કેતન ઇનામદાર પ્રથમ ધારસભ્ય છે

કહી શકાય કે ગુજરાતમાં વડોદરાથી ભાજપમાં અસંતોસની આગ પ્રસરી છે અને વડોદરા ભાજપના નેતાઓમાં અસંતોષ સામે આવી રહ્યો છે.
ભાજપે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટને ત્રીજી ટર્મ માટે રિપીટ કર્યા હતા અને રંજનબેનને ટિકિટ આપ્યાના બીજા જ દિવસે ભાજપના રાષ્ટ્રીય
મહિલા મોરચાના ઉપાધ્યક્ષ ડો.જ્યોતિબેન પંડ્યાએ ખુલ્લેઆમ
વિરોધ નોંધાવ્યો હતો.
જેને પગલે પાર્ટીએ તેમને સસ્પેન્ડ
કરી દીધા હતા. આમ છતાં જ્યોતિબેન મક્કમ રહીને નારાજગી વ્યક્ત કરતા રહ્યા હતા. આ ઘટનાક્રમ વચ્ચે
અચાનક જ 19 માર્ચની સવારે સાવલીના ધારાસભ્ય કેતન
ઇનામદારે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું મોકલી દીધું છે પરિણામે
વડોદરા ભાજપમાં રહેલો જૂથવાદ સપાટી પર આવી ગયો છે.
આમ,ગુજરાતમાં ભાજપમાં પણ લોકસભાની ચૂંટણીઓ પહેલા અસંતોષ વડોદરાથી શરૂ થઈ ચૂક્યો છે અને તેમાંય આજે કેતન ઇમાનદારે રાજીનામું આપતા સમગ્ર ગુજરાતમાં આ વાત ભારે ચર્ચાનો વિષય બની છે.