સાઉથ સુપરસ્ટાર પ્રભાસની એક્શન ફિલ્મ ‘સાલાર’ રિલીઝ થતાં ભારત સહિત વિદેશમાં ધૂમ મચાવી રહી છે અને માત્ર એકજ દિવસમાં વિશ્વભરમાં 178.7 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.
શનિવારની કમાણી સાથેજ વિશ્વભરમાં કુલ કમાણી 200 કરોડ રૂપિયાને પાર કરી ગઈ છે.
સાથેજ ‘સાલાર’ ફિલ્મ તેની અગાઉની ફિલ્મો ‘બાહુબલી’ અને ‘બાહુબલી 2’ પછી ‘સાલાર’ પ્રભાસની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં સામેલ થઈ છે.

મહત્વનુ છે કે ‘સાલાર’ તા.22 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને પ્રથમ દિવસે જ ભારતમાં રૂ. 90 કરોડનો બિઝનેસ કરીને ઘમાલ મચાવી હતી. આ સાથે પ્રભાસે ઘણા રેકોર્ડ તોડી નાંખ્યા હતા.
સાલાર ફિલ્મે પ્રથમ દિવસે વિશ્વવ્યાપી 178.7 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.
‘સાલાર’એ માત્ર બે દિવસમાં ભારતમાં 150 કરોડની નજીક પહોંચી હતી. જો કે, આ હજુ પણ પ્રારંભિક આંકડા છે. ‘સાલર’નું કુલ કલેક્શન 150 કરોડની નજીક પહોંચી ગયું છે. તેનો કુલ બિઝનેસ 145.70 કરોડનો થઈ ગયો છે.
તેલુગુમાં 66.75 કરોડ રૂપિયા, મલયાલમમાં 3.55 કરોડ રૂપિયા, તમિલમાં 3.75 કરોડ રૂપિયા, કન્નડમાં 0.9 કરોડ રૂપિયા અને રૂ. હિન્દીમાં 15.75 કરોડ.
સાલાર ધૂમ મચાવી રહી છે અને રેકર્ડબ્રેક કલેક્શન થશે તેમ મનાઈ રહ્યું છે.
ટ્રેડ વિશ્લેષકો અનુમાન લગાવી રહ્યા છે કે ‘બાહુબલી’ અને ‘બાહુબલી 2’ પછી ‘સાલાર’ પણ પ્રભાસની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં સામેલ થઈ શકે છે. તે પ્રશાંત નીલ દ્વારા નિર્દેશિત છે. આ પહેલા તેણે ‘KGF’ જેવી ફિલ્મ ડિરેક્ટ કરી હતી અને બોક્સ ઓફિસ પર 1000 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. ‘સલાર’માં પ્રભાસ ઉપરાંત શ્રુતિ હાસન, પૃથ્વીરાજ સુકુમારન, જગપતિ બાબુ અને ટીનુ આનંદ જેવા સ્ટાર્સ પણ મહત્વની ભૂમિકામાં છે.