કેટરિના કૈફ અને વિજય સેતુપતિની ફિલ્મ ‘મેરી ક્રિસમસ’ ગઈકાલે તા.12 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચુકી છે જોકે,પહેલા દિવસે ખાસ કલેક્શન જોવા ન મળ્યું.
મેરી ક્રિસમસે તેના પહેલા દિવસે માત્ર 2.55 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.
આજે રવિવારે કેટલું કલેક્શન થાય છે તે જોવાનું રહેશે.

શ્રી રામ રાઘવન દ્વારા નિર્દેશિત આ સસ્પેન્સ થ્રિલર ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મ દ્વારા બોલીવુડ દિવા અને તેલુગુ સ્ટારની જોડી પહેલીવાર મોટા પડદા પર જોવા મળી રહી છે.
મેરી ક્રિસમસની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો કેટરિના અને વિજયની સાથે રાધિકા આપ્ટે, ​​અદિતિ ગાવેકર, ટીનુ આનંદ, સંજય કપૂર અને વિનય પાઠક પણ આ ફિલ્મમાં જોવા મળી રહયા છે.