EDએ આમ આદમી પાર્ટીને નોટિસ મોકલી છે. આમ આદમી પાર્ટીને 4 બનાવટી કંપનીઓ પાસેથી ડોનેશન લેવાનો મામલો ફેબ્રુઆરી 2014નો છે, જ્યારે ROCએ 4 બનાવટી કંપનીઓ દ્વારા આમ આદમી પાર્ટીને 2 કરોડ રૂપિયા મળવાની ફરિયાદ પોલીસને કરી હતી. આ રૂપિયા દહેરાદૂનની એક કંપનીએ શેલ કંપનીઓ દ્વારા આપ્યા હતા.
આપને મળ્યો મોદી સરકારનો લવ લેટર- રાઘવ ચઢ્ઢા
ઈડીની નોટિસ મળવા પર આમ આદમી પાર્ટી ધારાસભ્ય રાઘવ ચઢ્ઢાએ ટ્વીટ કરીને કહ્યુ કે મોદી સરકારની ફેવરેટ એજન્સી EDની તરફથી આમ આદમી પાર્ટીને લવ લેટર મળ્યો છે. હુ આમ આદમી પાર્ટી મુખ્યાલય પર બપોરે 1 વાગીને 30 મિનિટ પર પ્રેસ કૉન્ફ્રેરન્સ કરીશ અને આપના વિરૂદ્ધ ભાજપના બદલાની કાર્યવાહીને ખુલ્લી પાડીશ.
PMLA હેઠળ નકલી કંપનીઓ સામે કેસ નોંધાયો
EDએ વર્ષ 2017માં આ ચાર નકલી કંપનીઓ વિરૂદ્ધ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કેસ નોંધ્યો હતો. આ ચાર નકલી કંપનીઓ તરફથી 2014થી 50-50 લાખ રૂપિયાના ચાર ચેક આમ આદમી પાર્ટીને આપવામાં આવ્યા હતા.
દિલ્હી પોલીસે 21 ઓગસ્ટ 2020ને આમ આદમી પાર્ટીને નકલી કંપનીઓ દ્વારા 2 કરોડ રૂપિયા ફંડના નામ પર ટ્રાન્સફર કરવાના આરોપમાં મુકેશ કુમાર અને સુધાંશુ બંસલની ધરપકડ કરી હતી.