ભારતમાં આ વખતની ચૂંટણીઓ દરમિયાન ભાજપના પ્રચારમાં પાકિસ્તાન કબ્જા હેઠળનો PoKનો મુદ્દો છવાયેલો જોવા મળ્યો.
ગૃહમંત્રી અમિત શાહ દરેક રેલીમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને પરત મેળવવા નિવેદન આપી રહ્યા છે, ત્યારે યુપીના સીએમ યોગી આદિત્યનાથે PoKને ભારતમાં ભેળવવા મામલે તરીખનું એલાન કરી દેતા ભારતના રાજકારણમાં જ નહીં પરંતુ પાકિસ્તાનમાં પણ યોગીના આ નિવેદનને લઈ ભારે હલચલ મચી ગઈ છે.
PoKનો સમગ્ર વિસ્તાર ભારતનો અભિન્ન ભાગ હતો પરંતુ વર્ષોથી પાકિસ્તાને આ વિસ્તાર પર ગેરકાયદેસર કબજો જમાવ્યો છે. ઘણા સમયથી ભારતીયો ભારત સરકાર પાસે આ વિસ્તારને પાકિસ્તાનના ચુંગાલમાંથી મુક્ત કરાવવાની માંગ કરી રહ્યા છે.
હવે પહેલીવાર ભારતના ચૂંટણી પ્રચારમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને ભારતમાં સામેલ કરવાની તારીખ જાહેર કરવામાં આવી છે.
શનિવારે, મહારાષ્ટ્રના પાલઘરમાં ચૂંટણી રેલીમાં યુપીના સીએમ યોગી આદિત્યનાથે PoKને ભારતમાં સામેલ કરવાના સમયનું એલાન કર્યું છે.
આ પહેલીવાર છે જ્યારે સત્તાધારી પક્ષના કોઈ મોટા નેતાએ PoKને ભારતમાં સામેલ કરવા 6 મહિનાની સમય મર્યાદા નક્કી કરી તેની જાહેરાત કરી દીધી છે.
અમિત શાહે 17 મેના રોજ રાયબરેલીમાં કરેલી જાહેરસભામાં ત્યારબાદ 18 મેના રોજ લલિતપુર અને 19 મેના રોજ બેતિયા ખાતે ત્રણેય રેલીઓ કર્યા બાદ અમિત શાહે મંચ પરથી PoKનો મુદ્દો ઉઠાવ્યો હતો. શાહે કહ્યું, PoK પરત મેળવવું તે દરેક ભારતીયનું સપનું છે કારણકે જમ્મુ અને કાશ્મીર PoK વિના અધૂરું છે આ સિવાય દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પણ કહ્યું હતું કે તે દિવસ દૂર નથી જ્યારે POKના લોકો પોતે જ ભારત પાછા ફરવાનું કહેશે.
રાજનાથ સિંહે આવુ નિવેદન એ સમયે આપ્યું છે જયારે હાલમાં ખરેખર PoK આ દિવસોમાં અસંતોષની આગમાં સળગી રહ્યું છે.
પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં લોકોએ ત્યાંની સરકાર સામે બળવો શરૂ કર્યો છે.
PoKમાં પાકિસ્તાન સામેના વિદ્રોહના અવાજને દબાવવા માટે ત્યાંની સેના અને પોલીસે અત્યાચારનો આશરો લીધો છે અને આમ જનતા પર ફાયરિંગ પણ કરવામાં આવી રહ્યું છે.
પાકિસ્તાનમાં મોંઘવારી એટલી વધી ગઈ છે કે લોકો પરેશાન છે અને પીઓકેના લોકો હવે પાકિસ્તાન સાથે રહેવા માંગતા નથી.
આ જ કારણ છે કે ત્યાં અંદરોઅંદર બળવાની ચિનગારી બળી રહી છે અને પીઓકેમાં સળગી રહેલી ચિનગારી વચ્ચે હવે ભાજપ 4 જૂનની રાહ જોઈ રહ્યું છે, કારણ કે એ જ દિવસે ભારતની જનતાનો નિર્ણય બહાર આવશે જેના પછી પીઓકેનું ભાવિ નક્કી કરવામાં આવશે એમ મનાય છે.