દિલ્હી હાઈકોર્ટે આજે ગુરુવારે આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અરવિંદ કેજરીવાલને દિલ્હીના મુખ્યમંત્રી પદેથી હટાવવાના નિર્દેશોની માંગ કરતી જાહેર હિતની અરજી (PIL) પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કોર્ટમાંથી મોટી રાહત મળી છે.

દિલ્હી હાઈકોર્ટે તે અરજી ફગાવી દીધી છે જેમાં કેજરીવાલને દિલ્હીના સીએમ પદેથી હટાવવાની માંગ કરવામાં આવી હતી.

ન્યૂઝ એજન્સી ANI અનુસાર, દિલ્હી હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલને દિલ્હીના મુખ્યમંત્રી પદેથી હટાવવાના નિર્દેશોની માંગ કરતી બીજી PIL પર વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો. દલીલો દરમિયાન દિલ્હી હાઈકોર્ટે મૌખિક અવલોકન કરતાં કહ્યું કે કેટલીકવાર વ્યક્તિગત હિતને રાષ્ટ્રીય હિતને આધીન કરવું પડે છે.

હિંદુ સેના નામના સંગઠનના પ્રમુખ વિષ્ણુ ગુપ્તાએ દાખલ કરેલી અરજીમાં કેજરીવાલને દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તેમની ધરપકડનો હવાલો આપીને તેમને સીએમ પદેથી હટાવવાની માંગ કરવામાં આવી હતી.

જો કે, કાર્યકારી ચીફ જસ્ટિસ મનમોહન સિંહ અને જસ્ટિસ મનમીત પ્રીતમ સિંહ અરોરાની ડિવિઝન બેન્ચે કહ્યું હતું કે મુખ્ય પ્રધાન તરીકે ચાલુ રાખવું કે નહીં તે કેજરીવાલનો વ્યક્તિગત નિર્ણય છે.
તેમ છતાં, બેન્ચે સૂક્ષ્મ સંકેત આપ્યો, તેમાં ટિપ્પણી કરવામાં આવી હતી કે “કેટલીકવાર, વ્યક્તિગત હિતને રાષ્ટ્રીય હિતને ગૌણ કરવું પડે છે પરંતુ આ તેમનો (કેજરીવાલનો) વ્યક્તિગત નિર્ણય છે.

જો કે, કોર્ટે સ્પષ્ટ કર્યું કે તે આ મામલે નિર્ણય લઈ શકે નહીં.
આ મુદ્દા પર નિર્ણય લેવાનું દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર (LG) અથવા ભારતના રાષ્ટ્રપતિ પર નિર્ભર છે.

LG કાયદા મુજબ જ કામ કરશે. અરજી દાખલ કરનાર વિષ્ણુ ગુપ્તાએ કોર્ટને કહ્યું કે હવે તેઓ આ અરજી પાછી ખેંચવા માંગે છે.
હવે અમે લેફ્ટનન્ટ ગવર્નર સમક્ષ અમારી અપીલ દાખલ કરીશું.

21 માર્ચે ઈડીએ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. કેજરીવાલ હાલમાં 15 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં રહેશે.

જો કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમની ધરપકડ સામે હાઈકોર્ટમાં અરજી કરી હતી.

બુધવારે કેજરીવાલની અરજી પર ત્રણ કલાક સુધી સુનાવણી ચાલી.
જો કે હાઈકોર્ટે બંને પક્ષોને સાંભળ્યા બાદ પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. કેજરીવાલને જામીન આપવામાં આવે કે નહીં તે અંગે કોર્ટ આજે નિર્ણય લઈ શકે છે.