કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં રામેશ્વરમ કેફેમાં ગઈકાલે થયેલા બૉમ્બ વિસ્ફોટ પ્રકરણમાં આરોપીના આજે તપાસ દરમિયાન ફૂટેજ મળ્યા છે.
કેફેમાં રાખવામાં આવેલા વિસ્ફોટકોથી ભરેલી બેગ દ્વારા બ્લાસ્ટ કરવામાં આવ્યો હોવાની વાત સામે આવ્યા બાદ આ વિસ્ફોટ કરનાર શંકાસ્પદ આરોપીની તસ્વીર સામે આવી છે.
આજે શનિવાર (2 માર્ચ) ના રોજ બેગ વહન કરનાર શંકાસ્પદની પ્રથમ તસવીર સામે આવી છે.
સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ હાથમાં કેપ, માસ્ક અને આઈઈડીથી ભરેલી બેગ લઈને કેફેમાં પ્રવેશે છે અને પછી તેને ત્યાંથી છોડી દે છે.
સીસીટીવી ફુટેજમાં બ્લાસ્ટનો મુખ્ય શકમંદ પોતાનો ચહેરો માસ્કથી ઢાંકી રહ્યો છે.
તેણે ચશ્મા અને માથા પર ટોપી પહેરેલી છે.
તે કાફેની અંદર ઈડલી લઈને જતા પણ જોઈ શકાય છે.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે શુક્રવારે બપોરે 12.50 થી 1 વાગ્યાની વચ્ચે રામેશ્વરમ કેફેમાં બ્લાસ્ટ થયો હતો.
બ્લાસ્ટને કારણે કેફેમાં હાજર 10 લોકો ઘાયલ થયા હતા.
હાલ ફોરેન્સિક અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને ડોગ સ્ક્વોડ ઘટના સ્થળે તપાસ કરી રહી છે.
કર્ણાટકના ગૃહમંત્રી જી પરમેશ્વરમે કહ્યું, CCTV ફૂટેજમાંથી કેટલાક પુરાવા મળ્યા છે.
બ્લાસ્ટ સમયે BMTCની બસ ત્યાંથી પસાર થઈ રહી હતી.
માહિતી મળી છે કે શંકાસ્પદ વ્યક્તિ બસ દ્વારા આવ્યો હતો.
અમે શક્ય તેટલી વહેલી તકે આરોપીની ધરપકડ કરી લઈશું.