કોરોનાને પગલે ટુરિસ્ટ માર્કેટ ઠપ થઇને પડ્યું હતું હવે 31 ટકાથી વધુની ડીમાન્ડ પહેલા કરતા વધી હોવાનો દાવો
2023 માં પ્રવાસન ક્ષેત્રનો વિકાસ પાછો આવ્યો છે જેને આપણે કોઈ ઇનકાર કરી શકાતો નથી, કારણ માત્ર એટલું જ છે કે કોરોના રોગચાળા દરમિયાનલોકોએ પોતાનો ટ્રાવેલ પ્લાન એક્સટેન્ડ કરવાની ફરજ પડી હતી અને હવે લોકો સર્ચ કરી રહ્યા છે કે ક્યાે ડેસ્ટિનેશન વિશ્વમાં શ્રેષ્ઠ છે. ફોર્બ્સ દ્વારા વર્ષ 2023ના 23 શ્રેષ્ઠ સ્થળોની યાદી જાહેર કરાઇ છે જેમાં ઓસ્ટ્રેલિયા અને ભારતના કેટલાક સ્થળને ટોચના પ્રવાસન સ્થળ તરીકે યાદીમાં સામેલ કરાયા છે.
ફોર્બ્સે નિષ્ણાતોના અભિપ્રાયોના આધારે “2023 માં વિશ્વભરમાં મુસાફરી કરવા માટેના 23 શ્રેષ્ઠ સ્થાનો” ની સૂચિ પ્રકાશિત કરી છે જેમાં એક્સપર્ટનો અભિપ્રાય લીધા બાદ તેને જાહેર કરાયા છે. ઓસ્ટ્રેલિયાના બે સ્થળ તરીકે નેશનલ ટેરિટરી અને તાસ્માનિયાનો સમાવેશ ટોચના 23 સ્થળોમાં કરાયો છે.
માર્ચમાં બહાર પાડવામાં આવેલ, આ વર્ષની સૂચિ મહિલા પ્રવાસ નિષ્ણાતો અને ઇન્ફ્લુએન્સર દ્વારા પસંદ કરાયા છે. ઓસ્ટ્રેલિયા ઉપરાંત ભારતના રાજસ્થાનને પણ ટોચની યાદીમાં સ્થાન મળ્યું છે. પહેલા સ્થાને સ્પેનનો મેયોર્કા તથા બીજા સ્થાને ઇટાલીના નોટો વેલીને સ્થાન મળ્યું છે જ્યારે ત્રીજા સ્થાન તરીકે સ્કોટલેન્ડના આઇસલ ઓફ સ્કાયનો સમાવેશ કરાયો છે.
ફોર્બ્સ દ્વારા પસંદ કરાયેલા ટોચના 23 સ્થળ
• Mallorca, Spain
• Noto Valley, Sicily, Italy
• Isle of Skye, Scotland
• Nice, France
• Interlaken, Switzerland
• Formentera, Spain
• Paros, Greece
• Istanbul, Turkey
• Japan
• Sri Lanka
• Hong Kong
• Kuala Lumpur, Malaysia
• Ninh Binh, Vietnam
• Rajasthan, India
• Manizales, Colombia
• Grenada
• Caribbean Coast, Costa Rica
• Namibia
• Oman
• Tasmania, Australia
• Northern Territory, Australia
Read more on why these spots made the list on Forbes.com.