વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાને પ્રેક્ટિસ મેચમાં 13 રને હરાવ્યું, ટીમ ઇન્ડિયાની જીતમાં સૂર્યકુમાર અને અર્શદીપનું શાનદાર પ્રદર્શન

Team India, Practice Match, western Australia, Perth, T20 World Cup, Australia, India, Arshdeep Singh, Suryakumar Yadav, ટીમ ઇન્ડિયા, વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા,

ટીમ ઈન્ડિયાએ પોતાની પ્રથમ પ્રેક્ટિસ મેચમાં વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાને 13 રનથી હરાવ્યું હતું. ભારત તરફથી સૂર્યકુમાર યાદવ અને અર્શદીપ સિંહે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઓસ્ટ્રેલિયામાં 2022 T20 વર્લ્ડ કપની તૈયારી કરી રહેલી ટીમ ઈન્ડિયાએ આજે ​​પર્થમાં વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા સામે તેની પ્રથમ પ્રેક્ટિસ મેચ રમી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાને 13 રનથી હરાવ્યું હતું. ભારત તરફથી સૂર્યકુમાર યાદવ અને અર્શદીપ સિંહે શાનદાર પ્રદર્શન કર્યું હતું.

ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટે 158 રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાની ટીમ નિર્ધારિત ઓવરમાં 8 વિકેટે 145 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી સૂર્યકુમારે માત્ર 35 બોલમાં 52 રન બનાવ્યા હતા. આ સાથે જ હાર્દિક પંડ્યાએ મહત્વપૂર્ણ 29 રન બનાવ્યા હતા. આ સિવાય દીપક હુડ્ડાએ 22 અને દિનેશ કાર્તિકે 19 રનનું યોગદાન આપ્યું હતું.

આ મેચમાં રોહિત શર્મા અને વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંતે ભારત માટે ઇનિંગ્સની શરૂઆત કરી હતી. જો કે બંને ફ્લોપ સાહિ ત થયા હતા.  રોહિતે 3 અને પંતે 9 રન બનાવ્યા હતા. બોલિંગમાં અર્શદીપ સિંહે લાજવાબ પ્રદર્શન કર્યું હતું.  અર્શદીપે કુલ ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે ભુવનેશ્વર કુમારને બે સફળતા મળી હતી.

રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કેએલ રાહુલ અને વિરાટ કોહલીએ આ મેચમાં ભાગ લીધો ન હતો. દીપક હુડ્ડાએ 14 બોલમાં 22 અને હાર્દિક પંડ્યાએ 20 બોલમાં 29 રન બનાવ્યા હતા.

વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયા ઇલેવન પ્લેઇંગ 11: ડી’આર્સી શોર્ટ, એરોન હાર્ડી, કેમેરોન બૅનક્રોફ્ટ (ડબ્લ્યુ), એશ્ટન ટર્નર (સી), સેમ ફેનિંગ, હેમિશ મેકેન્ઝી, જ્યે રિચર્ડસન, એન્ડ્રુ ટાય, જેસન બેહરનડોર્ફ, મેથ્યુ કેલી, નિક હોબસન.

ભારતનો પ્લેઈંગ 11: રોહિત શર્મા (કેપ્ટન), ઋષભ પંત (Wk), સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલ.