સૂર્યકુમાર યાદવ આઉટ, શાર્દુલ ઠાકુરની પણ ટીમમાં પાછો ફર્યો

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ભારતના અનુભવી બેટ્સમેન અજિંક્ય રહાણેની ટીમમાં વાપસી થઈ છે. ગયા વર્ષે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ બાદ તેને પડતો મૂકવામાં આવ્યો હતો. ભારતીય ટીમ 7 થી 11 જૂન દરમિયાન યોજાનારી ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. આ મેચ ઈંગ્લેન્ડના ઓવલમાં રમાશે. રહાણે ઉપરાંત ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરની પણ ટીમમાં વાપસી થઈ છે.

રોહિત શર્મા ટીમની કેપ્ટનશીપ ચાલુ રાખશે. તેની સાથે ટીમમાં શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, રહાણે અને કેએલ રાહુલ છે. કેએસ ભરતને નિષ્ણાત વિકેટકીપર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ઝડપી બોલરોમાં શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી અને જયદેવ ઉનડકટનો સમાવેશ થાય છે. સાથે જ સ્પિન વિભાગની જવાબદારી રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજા પર રહેશે.