ટીમની કમાન શિખર ધવનને સોંપવામાં આવી છે. વાઇસ કેપ્ટન કમાન શ્રેયસ અય્યર, દીપક ચહર અને રવિ બિશ્નોઈને પણ તક આપવામાં આવી

ટીમમાં રજત પાટીદાર અને મુકેશ કુમાર નવા ચહેરા

દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની વનડે શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. શિખર ધવનને કેપ્ટન બનાવાયો છે જ્યારે સિનીયર ખેલાડીઓને આરામ અપાયો છે. આ સાથે જ ટીમના વાઇસ કેપ્ટનની કમાન શ્રેયસ અય્યરને સોંપવામાં આવી છે. ભારત અને દક્ષિણ આફ્રિકાની વનડે શ્રેણી 6 ઓક્ટોબરથી શરૂ થશે. આ શ્રેણીમાં ટી-20 વર્લ્ડ કપમાં સ્ટેન્ડબાય પ્લેયર તરીકે હાજર રહેલા શ્રેયસ અય્યર, દીપક ચહર અને રવિ બિશ્નોઈને પણ તક આપવામાં આવી છે.

શિખરને કેપ્ટનશીપ મળી, રજત પાટીદાર અને મુકેશને તક મળી
ભારતની ODI ટીમમાં શિખર ઉપરાંત રજત પાટીદાર અને મુકેશ કુમારને તક મળી છે. બંનેએ રણજી ટ્રોફીમાં શાનદાર રમત બતાવી હતી. ભારતીય ટીમ હાલમાં દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચની T20 સીરીઝ રમી રહી છે. ભારતે આ શ્રેણીની પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું. તે જ સમયે, બંને ટીમો વચ્ચે બીજી મેચ ગુવાહાટીમાં રમાઈ રહી છે. ટી-20 વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમની આ છેલ્લી ટી20 સિરીઝ છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ આ શ્રેણી જીતીને સકારાત્મક વલણ સાથે વર્લ્ડ કપમાં જવા ઈચ્છશે.

દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયાઃ
શિખર ધવન (કેપ્ટન), શ્રેયસ ઐયર (વાઈસ-કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, રજત પાટીદાર, રાહુલ ત્રિપાઠી, ઈશાન કિશન (ડબલ્યુકે), સંજુ સાસમાન (ડબ્લ્યુકે), શાહબાઝ અહેમદ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, રવિ બિશ્નોઈ, મુકેશ કુમાર, અવેશ ખાન, મોહમ્મદ સિરાજ અને દીપક ચાહર.