10 કેબિનેટ મંત્રીઓ ઉપરાંત પાંચ રાજ્યકક્ષાના મંત્રીઓને સ્વતંત્ર હવાલો,

રાજેન્દ્ર ત્રિવેદીને મહેસૂલ-કાયદો, વાઘાણીને શિક્ષણ

મંત્રીમંડળ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. નવા
હર્ષ સંઘવીએ તોડ્યો અમિત શાહનો રેકોર્ડ, 36 વર્ષે જ બન્યા ગુજરાત ભાજપના યંગેસ્ટ ગૃહરાજ્યમંત્રી

નમસ્કાર ગુજરાત ન્યૂઝ

ગુજરાતના નવા મંત્રીમંડળના 24 સભ્યોએ આજરોજ શપથ ગ્રહણ કર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળનું કદ 25નું થયું છે. 

નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં 10 કેબિનેટ મંત્રીઓ છે તેમજ પાંચ રાજ્યકક્ષાના મંત્રીઓને સ્વતંત્ર હવાલો સોંપાયો છે. આ ઉપરાંત 9 રાજ્યકક્ષાના મંત્રીઓનો સમાવેશ કરાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સામાન્ય વહીવટ વિભાગ, ગૃહ અને પોલીસ, ઉદ્યોગ, ખાણ તેમજ ખનીજ, બંદરો, શહેરી વિકાસ સહિતના મહત્વના ખાતા પોતાની પાસે રાખ્યા છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત.

નાનીવયે હર્ષ સંઘવી ગૃહમંત્રી, અમિત શાહનો રેકોર્ડ બ્રેક

ગુજરાતના ગૃહરાજ્યમંત્રી તરીકે સુરતના મજૂરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવીની વરણી કરવામાં આવી છે.હર્ષ સંઘવી વર્તમાન સરકારમાં સૌથી નાની વયના પ્રધાન તો છે જ, સાથે તેમણે ગુજરાત ભાજપના ઈતિહાસમાં પણ સૌથી નાની વયના ગૃહરાજ્યમંત્રી બનવાનું બહુમાન મેળવ્યું છે. અગાઉ વર્ષ 2002માં અમિત શાહે સૌથી નાની 37 વર્ષની વયે આ પદ મેળવ્યું હતું.જ્યારે હર્ષે ગુજરાત ભાજપનો રેકોર્ડ તોડીને 36 વર્ષની વયે આ પદ હાંસલ કર્યું છે.જો કે બિનભાજપી સરકારમાં ગુજરાતમાં સૌથી નાની 35 વર્ષની ઉંમરે નરેશ રાવલ ગૃહરાજ્યમંત્રી બન્યાં હતાં.

નવા મંત્રીમંડળની ખાતાઓની ફાળવણી

 નામ         ખાતાઓની ફાળવણીની વિગત
 ભૂપેન્દ્ર પટેલસામાન્ય વહીવટ વિભાગ, વહીવટી સુધારણા અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસીંગ, માહિતી અન પ્રસારણ, પાટનગર યોજના, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, ઉદ્યોગ, ખાણ અને ખનીજ, નર્મદા, બંદરો, તમામ નીતિઓ અને અન્ય કોઈ મંત્રીઓને ફાળવાયેલા ન હોય તેવા વિષયો-વિભાગો
  કેબિનેટ મંત્રીઓ
1રાજેન્દ્ર ત્રિવેદી મહેસૂલ, આપત્તિ વ્યવસ્થાપન, કાયદા અને ન્યાય તંત્ર, વૈધાનિક અને સંસદિય બાબતો 
2જીતુભાઈ વાઘાણી  શિક્ષણ (પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ), ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વિજ્ઞાન અને પ્રાદ્યોગિક
3ઋષિકેશ પટેલ આરોગ્ય પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, જળસંપત્તિ અને પાણી પુરવઠો 
4પૂર્ણેશ મોદીમાર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરીક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ 
5રાઘવજી પટેલકૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન
6કનુભાઈ દેસાઈનાણાં, ઉર્જા, પેટ્રોકેમિકલ્સ
7કિરિટસિંહ રાણાવન, પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ, છાપકામ અને સ્ટેશનરી
8નરેશ પટેલઆદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠો અને ગ્રાહકોની સુરક્ષા 
9પ્રદીપ પરમારસામાજિક ન્યાય અને અધિકારીતા
10અર્જુનસિંહ ચૌહાણગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ
  રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો)
1હર્ષ સંઘવીરમત, ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, નશાબંધી, આબકારી, જેલ, સરહદી સુરક્ષા (સ્વતંત્ર હવાલો), ગૃહ અને પોલીસ હાઉસીંગ, આપત્તિ વ્યવસ્થાપન (રાજ્યકક્ષાના મંત્રી)
2જગદીશ વિશ્વકર્માકુટિર ઉદ્યોગ, સહકાર, મીઠા ઉદ્યોગ અને પ્રોટોકોલ(સ્વતંત્ર હવાલો), ઉદ્યોગ, વન પર્યાવરણ અને કલાઈમેટ ચેન્જ, પ્રિન્ટીંગ અને સ્ટેશનરી
3બ્રિજેશ મેરજાશ્રમ, રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ 
4જીતુભાઈ ચૌધરીકલ્પસર અને મત્સ્યોદ્યોગ (સ્વતંત્ર હવાલો), નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠો
5મનીષાબેન વકીલમહિલા અને બાળ કલ્યાણ (સ્વતંત્ર હવાલો), સામાજીક ન્યાય અને અધિકારીતા
  રાજ્યકક્ષાના મંત્રીઓ
1મુકેશ પટેલકૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ
2નિમીષાબેન સુથારઆદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ
3અરવિંદ રૈયાણીવાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ
4કુબેરભાઈ ડિંડોરઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વૈધાનિક અને  સંસદીય બાબતો
5કિર્તીસિંહ વાઘેલાપ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ
6ગજેન્દ્રસિંહ પરમારઅન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષાની બાબતો
7આર. સી. મકવાણાસામાજિક ન્યાય અને અધિકારીતા
8વિનોદ મોરડીયાશહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ
9દેવાભાઈ માલમ પશુપાલન અને ગૌ સંવર્ધન