મુંબઈના પાલઘરમાં થયો અકસ્માત, પાલઘર SPએ મૃત્યુની પુષ્ટિ કરી

નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
ટાટા ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું મુંબઈના પાલઘરમાં એક માર્ગ અકસ્માતમાં નિધન થયું છે. પાલઘર એસપીએ અકસ્માતમાં તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે. અમે આ મામલે વધુ માહિતીની રાહ જોઈ રહ્યા છીએ. 54 વર્ષીય સાયરસ મિસ્ત્રી ભારતીય મૂળના સૌથી સફળ અને શક્તિશાળી ઉદ્યોગપતિઓ પૈકીના એક પલોનજી શાપૂરજી મિસ્ત્રીના પુત્ર હતા. સાયરસ મિસ્ત્રીનો જન્મ આયર્લેન્ડમાં થયો હતો. તેમણે લંડન બિઝનેસ સ્કૂલમાં અભ્યાસ કર્યો. સાયરસે 1991માં પરિવારના પલોનજી ગ્રુપમાં કામ કરવાનું શરૂ કર્યું હતું.

પાલઘર પોલીસ અધિકારીએ જણાવ્યું કે અહેવાલો અનુસાર આ ઘટના મુંબઈ નજીક પાલઘરમાં બની હતી. ઘટના સમયે તેમની કારની સ્પીડ ખૂબ જ ઝડપી હતી, ત્યારબાદ તેમની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ઘટના સમયે એક મહિલા વાહન ચલાવી રહી હતી અને તે સમયે કારમાં ચાર લોકો હતા. ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રી અમદાવાદથી મુંબઈ જઈ રહ્યા હતા. મુસાફરી દરમિયાન તેમની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. કારમાં 4 લોકો સવાર હતા. બેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું અને બેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

રતન ટાટા અને સાયરસ મિસ્ત્રી વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. ડિસેમ્બર 2012માં રતન ટાટા દ્વારા સાયરસ મિસ્ત્રીને ટાટા ગ્રુપના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. તેમને 2016માં તેમના પદ પરથી હટાવવામાં આવ્યા હતા. તેમને અચાનક પદ પરથી હટાવવાના કારણે તેઓ કોર્ટમાં પણ ગયા હતા અને તેઓ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં ગયા હતા જ્યાં નિર્ણય તેમની તરફેણમાં આવ્યો હતો. જો કે આ નિર્ણય બાદ રતન ટાટાએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો.

પિતા પાલોનજી મિસ્ત્રીનું થોડા મહિનાઓ પહેલા થયું હતું નિધન
આ વર્ષે 28 જૂને સાયરસના પિતા અને બિઝનેસ ટાયકૂન પાલોનજી મિસ્ત્રી (93)નું નિધન થયું હતું. સાયરસ અને તેમના પિતાના નિધન પછી તેમના પરિવારમાં તેમની મા પાટ્સી પેરિન ડુબાસ, શાપૂર મિસ્ત્રી ઉપરાંત બે બહેન લૈલા મિસ્ત્રી અને અલૂ મિસ્ત્રી છે.

સાયરસ પાસે આઇરિશ નાગરિકતા પણ હતી
મિસ્ત્રી પાસે આઇરિશ નાગરિકત્વ હતું અને તેઓ ભારતના કાયમી નાગરિક હતા. તેમની માતાનો જન્મ આયર્લેન્ડમાં થયો હતો, જેના કારણે તેમને ત્યાંની નાગરિકતા મળી હતી. તેમની માતાના ભાઈ ભારતમાં એક મોટી શિપિંગ કંપનીના વડા હતા. સાયરસ મિસ્ત્રીએ 1992માં દેશના જાણીતા વકીલોમાંના એક ઈકબાલ ચાગલાની પુત્રી રોહિકા ચાગલા સાથે લગ્ન કર્યા હતા. તેમને બે બાળકો છે.