અચાનક આવેલા વંટોળથી બાઉંસિ કાસલ હવામાં ઉડ્યો, 35 ફૂટ ઊંચાઈથી બાળકો નીચે પટકાયા, વડાપ્રધાન સ્કોટ મોરિસને દુઃખ વ્યક્ત કર્યું
નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
ઓસ્ટ્રેલિયાના ડેવનપોર્ટમાં એક સ્કૂલ ની અંદર ગોઝારી ઘટના ઘટી છે જેમાં પાંચ બાળકોના મોત થયા છે. સ્કૂલમાં bouncy castle માં રમતા બાળકો અચાનક જ વંટોળમાં આવી ગયા હતા જેને કારણે આ દુર્ઘટના ઘટી છે. ક્રિસમસ વેકેશન પહેલા બાળકો સેલિબ્રેશન કરી રહ્યા હતા તે દરમિયાન હવાની ગતિ ખૂબ વધી જતા બાળકો બાઉંસી કાસલ સાથે હવામાં ઉડ્યા હતા જેને પગલે આ દુર્ઘટનામાં પાંચ બાળકોના મોત થયા છે. પ્રત્યક્ષદર્શીઓના મતે બાળકો 35 ફૂટની ઊંચાઈથી નીચે પટકાયા હતા.
બાળકો ડેવોનપોર્ટની હિલક્રેસ્ટ પ્રાથમિક શાળામાં ધોરણ પાંચ અને છના વિદ્યાર્થીઓ હતા જે શાળા વર્ષના અંતની ઉજવણી કરી રહ્યા હતા. હજુ પણ ત્રણ બાળકોની હાલત ગંભીર છે, જ્યારે પોલીસે જણાવ્યું કે એક બાળકને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અગાઉ શુક્રવારે, તાસ્માનિયન પ્રીમિયર, પીટર ગુટવેઇને જણાવ્યું હતું કે ડેવોનપોર્ટ દુર્ઘટના “સમજની બહાર છે”.
નોંધનીય છે કે આ ઘટના જ્યારે ઘટી ત્યારે પુખ્ત વયના લોકો પણ ત્યાં હાજર હતાં પરંતુ પવન જ એટલો જીવલેણ હતો કે આ ગોઝારી ઘટના ઘટી ગઈ. વડાપ્રધાન સ્કોટ મોરિસને અને સમગ્ર ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું.