બે બસ વચ્ચે અકસ્માત, વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ

તમિલનાડુના સાલેમ જિલ્લામાં બે બસોના અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે. આ ઘટનામાં 30 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે અને તેમની અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ માર્ગ અકસ્માત 17 મેનો જણાવવામાં આવી રહ્યો છે. બસની અંદર લાગેલા સીસીટીવી કેમેરામાં બે બસની ટક્કરનો વીડિયો કેદ થયો હતો. અકસ્માત બાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વિડીયો ખુબ જ ભયાનક છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બસની ટક્કર બાદ બસ ડ્રાઈવર કેવી રીતે નીચે પડી ગયો હતો.

મળતી માહિતી મુજબ બસ ખોટી લેનમાં આવી જવાને કારણે આ અથડામણ થઈ. ટક્કર એટલી જોરદાર હતી કે બસમાં બેઠેલા ઘણા લોકો વિન્ડસ્ક્રીન પર પડ્યા હતા. જેથી ડ્રાઈવર વિન્ડ સ્ક્રીન પર તેની સામેની બાજુએ પડી જાય છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ડ્રાઈવરને માથામાં ઈજા થઈ છે અને તે માથું પકડીને બેઠો છે.

બસ ખોટી લેનમાં અથડાઈ

વીડિયોમાં જોવા મળે છે કે બસ સવાર તેની લેનમાં આરામથી ડ્રાઇવ કરી રહ્યો હતો પરંતુ સામેથી એક બસ ખોટી લેનમાં આવીને જોરથી અથડાઈ. બસનો ડ્રાઈવર, કંડક્ટર અને અન્ય પેસેન્જર ઝડપથી આવે છે અને બસની વિન્ડ શીટ સાથે અથડાય છે. જેના કારણે કાચ તૂટી જાય છે અને કાચનો ટુકડો ડ્રાઈવરના માથામાં ઘુસી જાય છે જેને તેઓ હટાવતા જોવા મળે છે. મળતી માહિતી મુજબ પાછળ બેઠેલા ઘણા લોકો પણ આમાં ઘાયલ થયા છે.