પરીક્ષા પહેલા ઉમેદવારોએ કન્ફર્મેશન આપવું પડશે, અગાઉ 30 એપ્રિલે લેવાનારી હતી પરીક્ષા

રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે તલાટીની પરીક્ષાને લઈ મોટી જાહેરાત કરી છે, 30મી એપ્રિલે યોજાનારી તલાટીની પરીક્ષા હવે 7મી મે એ લેવાશે. અગાઉ આ પરીક્ષાને લઇ ઘણી વખત તારીખોમાં ફેરફારને લઇ સરકાર ભીંસમાં મૂકાઇ હતી અને હવે આખરે ફરીથી સરકારે નવી તારીખો જાહેર કરી છે. ઋષિકેશ પટેલે કહ્યું કે, તલાટીની પરીક્ષામાં સંસાધનો બિન જરૂરી વેડફાય નહિ તેવો નિર્ણય કર્યો છે. તલાટીની પરીક્ષા પહેલા કન્ફેર્મેશન લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. ઇન્ફર્મેશન નહિ આપનાર ઉમેદવારને પરીક્ષા આપવા દેવામાં નહિ આવે.

નોંધનીય છે કે આ પહેલા જુનિયર ક્લાર્કની પરીક્ષા 391736એ એક્ઝામ આપી હતી. એટલે કે ફોર્મ ભરાયા હતા જેમાંથી 41 ટકા ઉમેદવારોએ જ પરીક્ષા આપી હતી. આ પરીક્ષામાં 59 ટકા ઉમેદવારોએ પરીક્ષા આપી ન હતી. આથી જ હવે તલાટીની પરીક્ષામાં જે ઉમેદવારો પરીક્ષા આપવા માગશે તેઓને કન્ફેર્મેશન આપવું પડશે. આ કારણ અંગે ઋષિકેશ પટેલે જણાવ્યું કે, કન્ફર્મેશન ન આપનાર ઉમેદવાર પરીક્ષા આપી શકશે નહીં તેમજ સંસાધનનો ખોટો ઉપયોગ થાય છે અને પેપર સહિતની સામગ્રી બગડે છે.

ઉલ્લેખનીય છે કે તલાટીની પરીક્ષા માટે લગભગ સત્તર લાખ જેટલા ઉમેદવારો છે. જેમના માટે અંદાજે 5 હજાર 700 પરીક્ષા કેન્દ્રોની જરૂર રહેશે.