ICC T20 વર્લ્ડ કપ 2024 1 જૂનથી રમાનાર છે,આ વર્ષે અમેરિકામાં આઈસીસી ટી 20 વર્લ્ડકપ વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાની યજમાનીમાં રમાશે.
જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનાર ક્રિકેટ મેચ માટે લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
જ્યારે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ હોય છે ત્યારે ચાહકો ખૂબ જ ઉત્સાહિત હોય છે અને મેચ જોવા આતુર રહેતા હોય છે.
જોકે,આ બંને ટીમો વચ્ચે લાંબા સમયથી દ્વિપક્ષીય શ્રેણી રમાઈ નથી.
હવે ભારત અને પાકિસ્તાન માત્ર ICC ટૂર્નામેન્ટ અને એશિયા કપમાં જ ટકરાતા જોવા મળે છે.
T20 વર્લ્ડ કપ 2024 માટે ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે.
બંને ટીમો વચ્ચે 9 જૂને ન્યૂયોર્કના મેદાન પર સામસામે ટક્કર થશે,પરંતુ આ પહેલા જ ટિકિટને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.

આ ટિકિટની કિંમત છે

યુએસએ ટુડેના અહેવાલ મુજબ, T20 વર્લ્ડ કપ 2024 માટે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની ટિકિટ સ્ટબહબ અને સીટગીક પ્લેટફોર્મ પર ફરીથી વેચવામાં આવી રહી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની કિંમત 1.86 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.
તે ટિકિટોને રિ-સેલ ટિકિટ કહેવામાં આવે છે, જે અધિકૃત માધ્યમથી ખરીદીને પછી તે ટિકિટ અન્ય પ્લેટફોર્મ પર વેચાઇ રહી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે ટિકિટના ભાવ આસમાને છે.

ICC અનુસાર, પ્રથમ તબક્કામાં ટિકિટના વેચાણ દરમિયાન, સૌથી ઓછી કિંમત 497 રૂપિયાની આસપાસ હતી અને સૌથી વધુ કિંમત 33148 રૂપિયા હતી.
આ કિંમત ટેક્સ વગર રાખવામાં આવી હતી જે ચપોચપ ખરીદાઈ ગઈ હતી અને હવે અન્ય વેબસાઈટ ઉપર મોંઘા ભાવથી વેચાઈ રહી છે.
StubHub પર ભારત અને પાકિસ્તાનની મેચની સૌથી સસ્તી ટિકિટ હાલમાં US$1,259 એટલે કે રૂ. 1.04 લાખ છે.
જ્યારે Seat Greek પર સૌથી મોંઘી ટિકિટની કિંમત 1 લાખ 75 હજાર ડોલર છે. $50,000ની ફી ઉમેરીને, ટિકિટની કુલ કિંમત $2 લાખ 25 હજાર છે.
ભારતીય રૂપિયામાં આ રકમ અંદાજે 1.86 કરોડ રૂપિયા થવા જાય છે.

ભારતીય ટીમ ગ્રુપ-એમાં છે:

T20 વર્લ્ડ કપ 2024 અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝની ધરતી પર રમાશે. આ વખતે T20 વર્લ્ડ કપમાં 20 ટીમો ભાગ લઈ રહી છે.
ભારતીય ટીમને ગ્રુપ-એમાં રાખવામાં આવી છે,જેમાં ભારત ઉપરાંત આયર્લેન્ડ, પાકિસ્તાન, યુએસએ અને કેનેડાની ટીમ સામેલ છે.

ભારતીય ટીમનું સમયપત્રક

5 જૂન – VS આયર્લેન્ડ,ન્યૂ યોર્ક
9 જૂન – VS પાકિસ્તાન,ન્યૂયોર્ક
જૂન 12 -VS યુએસએ, ન્યુ યોર્ક
જૂન 15 – VS કેનેડા, ફ્લોરિડા