પ્રાચીન સમયમાં હજારો વર્ષો પહેલા સમુદ્રમાં ડૂબી ગયેલી ભગવાન શ્રીકૃષ્ણની દ્વારકા નગરીના ભક્તો દરિયાના પેટાળમાં 300 ફૂટ નીચે જઈને દર્શન કરી શકે તે માટે સરકારે ખાસ સબમરીન ચલાવવાનો નિર્ણય કર્યો છે.
ધાર્મિક અને સાંસ્કૃતિક ટુરિઝમ વધારવા માટે સરકારે કાશી વિશ્વનાથ કોરિડોર અને મહાકાલ લોક કોરિડોર બાદ હવે સરકારે દ્વારકા કોરિડોર પ્રોજેકટ ઉપર કામ શરૂ કર્યું છે અને આ માટે ડોક શિપયાર્ડની સાથે રાજ્ય સરકારે એમઓયુ કર્યાં છે.
આ પ્રોજેકટ અંગે વાઈબ્રન્ટ સમિટમાં સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી શકે છે.
માન્યતા છે કે, મથુરા નગરી છોડ્યા બાદ શ્રીકૃષ્ણએ દ્વારકામાં એક નગર વસાવ્યુ હતું. તેનુ પ્રાચીન નામ કુશસ્થલી હતું.

માન્યતા છે કે, કૃષ્ણ ભગવાન પોતાના 18 સાથીઓ સાથે દ્વારકા આવ્યા હતા, તેઓએ અહી 36 વર્ષ રાજ કર્યુ હતુ અને જ્યારે ભગવાન કૃષ્ણએ પોતાના પ્રાણનો ત્યાગ કર્યો ત્યારબાદ દ્વારકા નગરી સમુદ્રમાં સમાઈ ગઈ હતી તેના ડૂબી જવાનો ચોક્કસ સમય નક્કી કરવાનું કાર્ય મુશ્કેલ છે, પરંતુ હવે લોકોને આ ડૂબી ગયેલી ભગવાન શ્રી કૃષ્ણની અસલ દ્વારકા લોકો જોઈ શકે તે માટે સરકારના પ્રોજેક હેઠળ સબમરીન લોકોને સમુદ્રની નીચે 300 ફીટ સુધી લઈ જશે. જ્યાં તેઓ હજારો વર્ષો પહેલા સમુદ્રમાં ડૂબી ગયેલી ભગવાન શ્રીકૃષ્ણની દ્વારકા નગરીના દર્શન કરાવશે.
આ દરિયાઈ પ્રવાસ સબમરીનમાં લગભગ બે થી અઢી કલાકનો હશે.
દરિયાના પેટાળમાં જનારી સબમરીનનું વજન લગભગ 35 ટન હશે સબમરીન સંપૂર્ણ એર કન્ડિશન હશે. તેમાં એકસાથે 30 લોકો બેસી શકશે. દરેક સીટ વિન્ડો સીટ હશે. જેથી લોકો દરિયાઈ સૃષ્ટિને સરળતાથી નિહાળી શકશે. સબમરીનમાં 24 મુસાફરો જ દર્શન માટે જઈ શકશે. કારણ કે, અન્ય 6 લોકો ક્રુ મેમ્બર્સ હશે. તેમાં 2 ડ્રાઈવર, 2 ગોતાખોર, એક ગાઈડ અને એક ટેકનિશિયન સામેલ હશે. મુસાફરોને ઓક્સિજન માસ્ક, ફેસ માસ્ક અને સ્કુબા ડ્રેસ આપવામા આવશે. સબમરીનમાં વીડિયો કોન્ફરન્સ જેવી સુવિધા હશે. જેનાથી સબમરીનમાં બેસીને સ્ક્રીન પર સામે થનારી હલચલને જોઈ શકશો અને રેકોર્ડ કરી શકશો.

માન્યતા છે કે, મથુરા નગરી છોડ્યા બાદ શ્રીકૃષ્ણએ એક નગર વસાવ્યુ હતું તેનુ પ્રાચીન નામ કુશસ્થલી હતું જે દ્વારકા નગરીના નામે ઓળખાય છે જે બાદમાં દરિયામાં ડૂબી ગઈ હતી જેનો આપણા પ્રાચીન ગ્રંથોમાં ઉલ્લેખ છે.
આમ, અત્યાર સુધી માત્ર આપણી કલ્પનામાં રહેલી જૂની દ્વારકાના આવશેષો હવે લોકો દરિયાના પેટાળમાં જઈ નરી આંખે જોઈ શકશે.