ભારતીય ક્રિકેટ બોર્ડે આગામી આઈસીસી T 20 વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ટીમ ની જાહેરાત કરી છે. બીસીસીઆઈએ યુએઈમાં યોજાનારી ટુર્નામેન્ટ માટે 15 ખેલાડીઓ તેમજ ત્રણ અનામત ખેલાડીઓની જાહેરાત કરી છે. ભારતીય ટીમ નું નેતૃત્વ વિરાટ કોહલી કરશે આ ઉપરાંત પૂર્વ ક્રિકેટર અને વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને આ ટુર્નામેન્ટ માટે મોટી જવાબદારી સોંપવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયેલા ધોની આ ટીમના માર્ગદર્શક તરીકે યુએઈ જશે.

રવિચંદ્રન અશ્વિન ચાર વર્ષ પછી ટીમમાં પરત ફર્યો છે. તેણે છેલ્લે 2017 માં T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલ (કુલચા) ની સ્પિન જોડીને ટીમમાં સામેલ કરવામાં આવી નથી.

ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીના લીધે ટી 20 વર્લ્ડ કપનું આયોજન ભારતને બદલે યુએઈ અને ઓમાનમાં કરવામાં આવી રહ્યું છે. ભારતીય ટીમ 24 ઓક્ટોબરથી પાકિસ્તાન સામે અભિયાનની શરૂઆત કરશે.

ભારતીય ટીમ
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (WC), ઇશાન કિશન (WC), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચાહર, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી

સ્ટેન્ડ બોય પ્લેયર્સ: શ્રેયસ ઐયર, શાર્દુલ ઠાકુર અને દીપક ચાહર