Westfield Bondi Junction: સિડની પોલીસે તપાસ શરૂ કરી, પોલીસ દ્વારા ત્રાસવાદી હુમલા તરીકે પણ ઘટનાને પ્રાથમિક તબક્કે જોવામાં આવી રહી છે,
સિડનીના શોપિંગ સેન્ટરમાં એક મોટી ઘટના બની છે, જેમાં ઓસ્ટ્રેલિયન મીડિયા પ્રમાણે મોટી સંખ્યામાં જાનહાનિના અપ્રમાણિત અહેવાલો છે. આ ઘટના શનિવારે બપોરે વેસ્ટફિલ્ડ બોન્ડી જંકશન શોપિંગ સેન્ટરમાં બની રહી છે.
પોલીસ અધિકારીઓ દ્વારા અત્યાર સુધીમાં ચાર પીડિતોને શોધી કાઢવામાં આવ્યા છે. ઘટનાસ્થળે બીજા પુરૂષ ગુનેગાર હોવાના અપ્રમાણિત અહેવાલો છે. પોલીસ હજુ પણ ઘટના વિશે માહિતી એકઠી કરવાનો પ્રયાસ કરી રહી છે જોકે એકતરફ આતંકવાદની કડીઓ પર પણ વિચારણા કરવામાં આવી રહી છે.
news.com.au મુજબ, પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે ચાર જેટલા લોકોને ચાકુ મારવામાં આવ્યા હતા અને ગોળીબારનો અવાજ સંભળાયો હતો. આસપાસના લોકો કહે છે કે ઘણા લોકો તેમના કપડા પર લોહીથી લથપથ જોવા મળ્યા છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા અન્ય ફૂટેજમાં એક મૃતદેહ પણ દેખાઈ રહ્યો છે.
એક યુવાને ડેઇલી મેઇલ ઓસ્ટ્રેલિયાને જણાવ્યું કે તેણે ગોળીબાર અને લોકોની ચીસો સાંભળી હતી. “અમે એકદમ ગભરાયેલા છીએ”.
ડઝનેક ઈમરજન્સી સર્વિસ ક્રૂ હાલમાં ઘટનાસ્થળે છે, ફૂટેજમાં લોકો ગભરાઈને ભાગી રહ્યા છે. વેવરલી કાઉન્સિલે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, “હાલમાં વેસ્ટફિલ્ડ બોન્ડી જંકશન પર પોલીસ ઓપરેશન ચાલી રહ્યું છે.” “બહુવિધ છરાબાજીના અહેવાલો વચ્ચે સેન્ટરને તાળું મારવામાં આવ્યું છે.”