આફ્રિકન દેશ આઇવરી કોસ્ટમાં બે ભારતીય યુવકો મૃત હાલતમાં મળી આવ્યા છે.
મૃતકોની ઓળખ થઈ ગઈ છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમની ઓળખ સંજય ગોયલ અને સંતોષ ગોયલ તરીકે થઈ છે, જેઓ ભારતથી ઈથોપિયા થઈને આઈવરી કોસ્ટ જઈ રહ્યા હતા.
બંને આઇવરી કોસ્ટના આબિદજાન શહેરમાંથી મૃત હાલતમાં મળી આવ્યા હતા.
મૃતકના પરિવારનું કહેવું છે કે સંજય અને સંતોષને કોઈ કારણસર ઈથોપિયામાં પ્લેનમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા ત્યારબાદથી તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો.
આઇવરી કોસ્ટમાં ભારતીય દૂતાવાસનું કહેવું છે કે તે તેના પરિવારને શક્ય તમામ મદદ કરશે.
તેઓ કેસની તપાસને ઝડપી બનાવવા માટે સ્થાનિક અધિકારીઓના સંપર્કમાં છે. દૂતાવાસે ટ્વિટ કર્યું છે કે આબિદજાનમાં બે ભારતીય નાગરિકો મૃત હાલતમાં મળી આવ્યા છે. સ્થાનિક પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. એમ્બેસી મૃતક વ્યક્તિઓના પરિવારજનોને શક્ય તમામ મદદ પૂરી પાડી રહી છે. અમે તપાસને ઝડપી બનાવવા માટે સ્થાનિક અધિકારીઓના સંપર્કમાં છીએ.