એક સપ્તાહ બાદ પરિવાર સાથે ભારત આવે તે પહેલા જ મૃત્યુ, પહેલા લાપતા થયો અને બાદમાં દરિયાકિનારે મળ્યો મૃતદેહ
તેલંગાણાના એક વ્યક્તિનું ઓસ્ટ્રેલિયાના સિડનીમાં (Sydney, Australia) શંકાસ્પદ સંજોગોમાં મોત થયું હતું. શુક્રવારે પરિવાર દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, રંગારેડ્ડી જિલ્લાના શાદનગર નગરની વતની આરતી અરવિંદ યાદવ (30)નો મૃતદેહ સિડનીના બીચ પરથી મળી આવ્યો હતો. ભાજપના નેતા આરતી કૃષ્ણ યાદવનો એકમાત્ર પુત્ર અરવિંદ પાંચ દિવસ પહેલા તેમના સિડનીના ઘરેથી ગુમ થયો હતો. પરિવારજનોએ સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસને તેની લાશ દરિયા કિનારે મળી આવી હતી.
અરવિંદના સંબંધીઓએ જણાવ્યું કે સ્થાનિક પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. તે છેલ્લા કેટલાક સમયથી સિડનીમાં હતો અને દોઢ વર્ષ પહેલા તેના લગ્ન થયા હતા. અરવિંદની માતા અને પત્ની હાલમાં જ ઓસ્ટ્રેલિયા ગયા હતા. તેની માતા થોડા દિવસો પછી ભારત પરત આવી હતી, પરંતુ તેની પત્ની પાછી જ રહી. તેની માતા ગયા પછી બીજા જ દિવસે અરવિંદ ગુમ થયો હતો. તે તેની કાર ધોવા માટે બહાર ગયો હતો, પરંતુ પાછો આવ્યો ન હતો. પરિવારે પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
અરવિંદ તેની પત્ની સાથે ભારત આવવાની યોજના બનાવી રહ્યો હતો અને તેણે આવતા અઠવાડિયાની ફ્લાઈટ ટિકિટ પણ બુક કરાવી હતી. અરવિંદના પરિવારના કેટલાક સભ્યો મૃતદેહ પરત લાવવા ઓસ્ટ્રેલિયા રવાના થયા છે.