ભારતીય નૌસેનાએ અરબ સાગરમાં 40 કલાક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી 35 સોમાલિયન ચાંચિયાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી તેઓને આત્મસમર્પણ કરવાની ફરજ પાડી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ત્રણ મહિના પહેલા દ્વારા સોમાલી ચાંચિયા દ્વારા અપહરણ કરાયેલા જહાજને બચાવી લેવા ઇન્ડિયન નેવીએ ઓપરેશન હાથ ધરતા ચાંચિયાઓ એ ઇન્ડિયન નેવી ઉપર ફાયરિંગ કર્યું હતું જેથી ભારતીય નૌસેના એ કડક કાર્યવાહી કરતા ચાંચિયાઓએ આત્મસમર્પણ કરવાની ફરજ પડી હતી અને ગેરકાયદેસર હથિયારો, દારૂગોળો અને અનેક પ્રતિબંધિત વસ્તુઓ પણ જપ્ત કરી
નેવીએ વેપારી જહાજ રુએનના 17 ક્રૂ મેમ્બર્સને પણ સુરક્ષિત બહાર કાઢ્યા હતા હવે,એમવી રુએન જહાજને સુરક્ષિત રીતે ભારત લાવવામાં આવશે.

મહત્વનું છે કે ચાંચિયાઓએ ડિસેમ્બર 2023માં એમવી રુએન જહાજનું અપહરણ કર્યું હતું. તેઓ આ વિસ્તારમાંથી પસાર થતા અન્ય જહાજોને હાઇજેક કરવા માટે માલ્ટીઝ-ફ્લેગવાળા બલ્ક કાર્ગો જહાજનો ઉપયોગ કરી રહ્યા હતા.

ભારતીય નૌકાદળના અધિકારીએ જણાવ્યું હતું કે આઈએનએસ કોલકાતાએ ચાંચિયા જહાજની નજીક પોતાની સ્થિતિ બનાવી રાખતા કડક કાર્યવાહી કરતા ચાંચિયાઓએ આત્મસમર્પણ કરી દીધું હતું અને એમવી રુએન અને તેના ક્રૂને મુક્ત કર્યા હતા.
ભારતીય નૌકાદળ દ્વારા ચલાવવામાં આવતા ઓપરેશનમાં આઇએનએસ કોલકાતાને આઇએનએસ સુભદ્રા અને મરીન કમાન્ડો (પ્રહાર્સ)નો પણ સાથ મળ્યો હતો, ભારતીય વાયુસેનાના જવાનો સી-17 વિમાને દ્વારા નીચે ઉતર્યા હતા અને હાઈ ઓલ્ટીટ્યુડ લોંગ એન્ડ્યુરન્સ એરક્રાફ્ટ અને મેરિટાઈમ રિકોનિસન્સ એરક્રાફ્ટનો ઉપયોગ કરાયો હતો.
ભારતીય નેવીની તાકાત સામે ચાંચિયાઓ ઢીલા પડ્યા હતા અને આત્મસમર્પણ કર્યુ હતું.
ભારતીય નેવીની તાકાત દુનિયાએ જોઈ અને સમુદ્રમાં દાદાગીરી કરી રહેલા ચાંચિયાઓમાં એક મેસેજ ગયો હતોકે અહીં તેઓનું ચાલે તેમ નથી.