ઈન્દોરમાં મતદાન પહેલા કોંગ્રેસને ગુજરાતના સુરત જેવો ઝટકો લાગ્યો છે.

આજે સોમવારે કોંગ્રેસના ઉમેદવાર અક્ષય બમ ભાજપના ધારાસભ્ય રમેશ મંડોલા સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા અને ઉમેદવારી ફોર્મ પાછું ખેંચ્યું.

મધ્યપ્રદેશ સરકારના મંત્રી કૈલાશ વિજયવર્ગીયએ ટ્વિટર પર ટ્વીટ કર્યું, ‘અક્ષય કાંતિ બમનું ભાજપમાં સ્વાગત છે.’ આ રીતે ઈન્દોરમાં ભાજપના ઉમેદવાર શંકર લાલવાણી માટે જીતનો રસ્તો સાફ થઈ ગયો છે.
અક્ષય કાંતિ બમ ઉમેદવારી પાછી ખેંચી લીધા બાદ ભાજપમાં જોડાયા છે.

નામાંકન પાછું ખેંચ્યા પછી, મધ્ય પ્રદેશ
ભાજપ નેતા કૈલાશ વિજયવર્ગીયએ અક્ષય કાંતિ બમ સાથે સેલ્ફી પડાવી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, ‘ઈન્દોર બેઠકથી કોંગ્રેસના લોકસભા ઉમેદવાર અક્ષય કાંતિ બમનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, મુખ્યમંત્રી ડો. મોહન યાદવ અને પ્રદેશ અધ્યક્ષ વી.ડી. શર્માના નેતૃત્વમાં ભાજપમાં સ્વાગત છે.’
અત્રે નોંધનીય છે કે ઈન્દોર લોકસભા સીટ માટે ચોથા તબક્કામાં 13 મેના રોજ મતદાન થનાર છે.
ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 25 એપ્રિલ હતી.
ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ આજે 29મી એપ્રિલ હતી ત્યારે કોંગ્રેસના ઉમેદવારે છેલ્લા દિવસે જ પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અક્ષય કાંતિ બોમ્બના આ નિર્ણયની કોંગ્રેસને જાણ નહોતી.

ઈન્દોરમાં ઉમેદવારી પાછી ખેંચવા પર શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, કોંગ્રેસ દેશને વિનાશ તરફ લઈ જઈ રહી છે, તેથી જ તેમના ઉમેદવારો પણ પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે. તેની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે તેની સાથે કોઈ નથી.
કેટલાક લોકો શરમથી પાર્ટી સાથે બંધાયેલા હોય છે.