આખરે ‘નમસ્કાર ગુજરાત’ના અહેવાલો સાચા ઠર્યા છે અને સુરતની બેઠક ભાજપ બિન હરીફ જીતશે તે મુજબના આપેલા અહેવાલો સાચા સાબિત થયા છે.
ગુજરાતની 26 બેઠક પૈકી સુરતનીએક બેઠક ભાજપે ચૂંટણી પહેલા કબ્જે કરી લીધી છે.
ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાં ગઈકાલે કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું પણ ફોર્મ રદ થઈ ગયાનો જે આખો ઘટનાક્રમ સર્જાયો અને પછી આજે જે રીતે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે જે રીતે ચર્ચાતું હતું તેજ રીતે અપક્ષ ઉમેદવારોએ પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા છે. જેથી આ બેઠક બિનહરીફ જાહેર થઇ છે. સુરત બેઠક પર ભાજપ સામેના 8 માંથી 7 ઉમેદવારોએ પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા છે. જેથી ભાજપના મુકેશ દલાલ બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે આમ ભાજપ એક બેઠક કબજે કરી ચૂક્યું છે.
બિન હરીફ વિજેતા ઉમેદવાર મુકેશ દલાલને અભિનંદનની વર્ષા શરૂ થઈ છે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે પણ ભાજપના મુકેશ દલાલને અભિનંદન પાઠવ્યા હતા.