તાઈવાનમાં આજે બુધવારે સવારે જોરદાર ભૂકંપ આવ્યો હતો.
યુએસ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, ભૂકંપની તીવ્રતા 7.4 આંકવામાં આવી છે. ભૂકંપના કારણે અનેક ઇમારતો ધરાશાયી થવા સાથે શહેરના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી અનેક ઇમારતો એક તરફ ઝૂકી ગઈ હતી.
લગભગ એક લાખ ઘરોમાં વીજળી ગુલ થઈ જતા આ વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો છે.

દક્ષિણ જાપાન અને ફિલિપાઈન્સમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે.

તાઈપેઈમાં ભૂકંપ પછી ઈમારતો ધ્રૂજતી રહી.
દરમિયાન, જાપાનની હવામાન એજન્સીએ લોકોને લગભગ એક અઠવાડિયા સુધી આવા આફ્ટરશોક્સ માટે એલર્ટ રહેવાની ચેતવણી આપી છે.

કહેવામાં આવી રહ્યું છે કે અહીં 25 વર્ષ પછી આટલો શક્તિશાળી ભૂકંપ આવ્યો છે.
પૂર્વી તાઈવાનમાં અનેક ઈમારતો ધરાશાયી થઈ છે, જોકે જાનહાનિ અંગે કોઈ તાત્કાલિક માહિતી નથી.