રવિવારે AEWV વિઝા સહિત વિવિધ વિઝા માટેના નિયમો કડક કર્યા બાદ ઇમિગ્રેશન મિનિસ્ટર એરિકા સ્ટેનફોર્ડનું નિવેદન, આવતા વર્ષે આર્થિક સ્થિતિ અને માર્કેટની માંગ પ્રમાણે નિયમો અલગ પણ હોઇ શકે
ઇમિગ્રેશન ન્યુઝીલેન્ડ દ્વારા એક્રેડિટેશન એમ્પ્લોયર વર્ક વિઝા (AEWV)માં કરાયેલા ફેરફાર બાદ માઇગ્રન્ટ્સ કોમ્યુનિટીમાં અનેક સ્તરે ચર્ચા થઇ રહી છે. નિયમો વધુ કડક કરવામાં આવતા ક્યાંક ચિંતા ફેલાઇ છે તો ક્યાંક શોષિત થયેલા માઇગ્રન્ટ્સમાં ખુશી પણ ફેલાઇ છે. જોકે હવે ઇમિગ્રેશન મિનિસ્ટર એરિકા સ્ટેનફોર્ડનું નિવેદન આવ્યું છે કે હાલ નિયમો ભલે કડક કરવામાં આવ્યા છે પરંતુ આગામી વર્ષે સ્થિતિ પ્રમાણે તેમાં વધુ ફેરફાર પણ થઇ શકે છે.
એમ્પ્લોઇ એક્રેડિટેશન વર્ક વિઝામાં ઘણાં પ્રમાણમાં શોષણ થતું હોવાની ફરિયાદ ન્યુઝીલેન્ડમાં વારંવાર સાંભળવા મળતી હતી. જેથી કોઅલિશન સરકાર તેમાં ઘણાં સમયથી ફેરફાર કરવા માંગતી હતી અને આખરે તેમાં ફેરફારની જાહેરાત કરવામાં આવી છે. જેમાં લેવલ 4 અને 5 માટેની લો સ્કિલ્ડ કરનારાને સૌથી વધુ અસર થશે. કારણ કે હવે નવી અરજીઓ માટે તેમાં ઇંગ્લિશ ટેસ્ટ ફરજિયાત કરી દેવામાં આવ્યો છે જ્યારે તેને લગતા ક્વોલિફિકેશન અને અનુભવની પણ વિશેષ માંગ કરાઇ છે. 2023 માં, લગભગ રેકોર્ડ 173,000 નોન-ન્યુઝીલેન્ડ નાગરિકો દેશમાં માઇગ્રેટ થયા હતા.
સ્ટેનફોર્ડે જણાવ્યું હતું કે ગત વર્ષે લગભગ 20000 જેટલા લોકો બેનેફિટ પર હતા જ્યારે વધુ 52000 લો સ્કિલ્ડ વર્કર્સદેશમાં આવ્યા છે. “હવે, તે સંખ્યાઓ વધવી ન જોઇએ, ખાસ કરીને જ્યારે અર્થવ્યવસ્થા ફરીથી પાટે ચઢી રહી હોય અને અમારી પાસે વધુને વધુ લોકો જોબસીકરના લાભ પર હોય છે. તેથી તે ખાતરી કરવાનું મારું કામ છે કે અમે કિવીઓને પ્રથમ જોબ મળે અને ત્યારબાદ અન્ય કોઇ નોકરી હાંસલ કરે.
ઇમિગ્રેશન ગ્રીન લિસ્ટમાં વેલ્ડર, ફિટર અને ટર્નર્સ જેવી 11 ભૂમિકાઓ ઉમેરવાની અગાઉની યોજનાઓ પણ રદ કરવામાં આવી છે, અને બસ અને ટ્રક ડ્રાઇવરની અરજીઓ બંધ કરવામાં આવશે “કારણ કે જ્યારે આ જાહેર કરવામાં આવ્યું ત્યારે ડ્રાઇવરોની અછત ભરવામાં આવી હતી”.
બસ-ટ્રક ડાઇવર્સે વર્ક ટુ રેસિડેન્સી પાથવે અંગે શું કહ્યું ?
સ્ટેનફોર્ડે કહ્યું કે “બસ ડ્રાઇવરો અને ટ્રક ડ્રાઇવરો સાથે, અમે તે ખરેખર નજીકથી જોયું, “મારા અધિકારીઓની સલાહ એ હતી કે અમે 3000 ટ્રક ડ્રાઇવરો અને લગભગ 1000 બસ ડ્રાઇવરો હાલ મોજુદ છે જેમણે અગાઉની સરકાર હેઠળના સમયે અમે સેક્ટર સાથે જે કરાર કર્યો હતો તે પ્રમાણ. હવે અમે આ ટ્રક ડ્રાઇવરો અને બસ ડ્રાઇવરોને રેસિડેન્સી પાથવે પર મૂકીશું. ગંભીર અછતને દૂર કરવામાં તમને મદદ કરવા માટે સમય મર્યાદિત છે, અને એકવાર તે નિર્ણાયક તંગી હલ થઈ જાય, પછી તમારા પોતાના કામદારોને તાલીમ આપવા અને જાળવી રાખવાનું તમારા પર છે.
“તે કરાર હતો, અને આંકડા એવા છે કે અમે પરિવહન મંત્રી અને NZTA (ન્યૂઝીલેન્ડ ટ્રાન્સપોર્ટ એજન્સી/વાકા કોટાહી) સાથે વાત કરી હતી અને તેઓ સંમત થયા હતા કે જે ડ્રાઇવર્સ અને ટ્રક ડ્રાઇવર્સના નંબરો આવ્યા છે તેણે તે અછતને હળવી કરી છે.” આ તરફ લેબરે જણાવ્યું હતું કે ઇમિગ્રેશન પ્રધાનને તેના લક્ષ્યો હાંસલ કરવા માટે ઘણું બધું જરૂરી હતું, અને પ્રશ્ન કર્યો હતો કે જ્યારે સરકાર જાહેર ક્ષેત્રને કાપી રહી છે ત્યારે આ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય.