ભગવાન શ્રી રામ ઉત્સવ ઉજવવા તા.22મીએ ઓસ્ટ્રેલિયામાં બ્રિસ્બેન ખાતે વિશ્વ હિન્દુ પરિષદ સહિત વિવિધ સ્થાનિક ધાર્મિક હિન્દૂ સંગઠનો દ્વારા અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે,જેમાં ભાવિક ભક્તોને મોટી સંખ્યામાં જોડાવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
બ્રિસ્બેનમાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું લાઈવ ટેલિકાસ્ટ માટેના આયોજન થયા છે,આ માટે જોરદાર તૈયારીઓ થઈ રહી છે, જેમાં દક્ષિણ બ્રિબેન ખાતેના કવીન્સલેન્ડ વૈદિક સંસ્કૃતિ કેન્દ્ર સહિત ઇસ્કોન મંદિર,ઉત્તર બીસ્બેન સ્થિત ગાયત્રી મંદિરમાં પણ અયોજનો થયા છે જેનો લાભ લેવા હિન્દૂ સમુદાયને આહવાન કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બ્રિસ્બેનએ પૂર્વ ઑસ્ટ્રેલિયાના ક્વીન્સલૅન્ડ રાજ્યનું પાટનગર તથા મહત્વનું વ્યાપારી મથક છે અને ઑસ્ટ્રેલિયા ખંડનું ત્રીજા ક્રમે આવતું મોટામાં મોટું શહેર છે,અહીં ભારતીય સમુદાયનું પણ ઘણુ મોટું યોગદાન છે અને અવારનવાર ધાર્મિક કાર્યક્રમો યોજાય છે ત્યારે ભગવાન શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને હિન્દૂ સંગઠનો, હિન્દુ સ્વયં સેવક સંઘ,હિન્દૂ કાઉન્સીલ તેમજ સમસ્ત હિન્દૂ સમાજ દ્વારા સમગ્ર કવિન્સલેન્ડના હિન્દૂ સમુદાયને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
–ઓસ્ટ્રેલિયામાં નીચે મુજબના સ્થળે તા.22મી જાન્યુઆરી 2024ને સોમવારના રોજ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે,સમય અને સ્થળ નોંધી લેશો —
ભારતમાં આયોધ્યા ખાતે આગામી તા.22 જાન્યુઆરીના રોજ ભગવાન શ્રી રામ મંદિરમાં ભગવાન શ્રી રામ બિરાજમાન થશે, આ એક ઐતિહાસિક ઘટના છે અને વિશ્વભરમાં વસતા સેંકડો ભારતીયો દ્વારા આ પ્રસંગની સ્થાનિક સ્તરે ઉજવણી થનાર છે ત્યારે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ઓસ્ટ્રેલિયામાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહયા છે.
અહીં પણ ભગવાન શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે, જે અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
ભગવાન રામ અનંત છે અને ઓસ્ટ્રેલિયામાં પણ ભક્તોને સૂક્ષ્મરૂપે સાક્ષાત્કાર થાય તેવું ભક્તિમય વાતાવરણ સર્જાયું છે
ઓસ્ટ્રેલિયામાં વિવિધ ધાર્મિક સંગઠનો દ્વારા લાઈવ કાર્યક્રમો સહિત ઠેરઠેર વિવિધ આયોજન કરવામાં આવ્યા છે જેમાં ભાવિકોને કાર્યક્રમનો લાભ લેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.