ભારતમાં અયોધ્યા ખાતે તા.22 જાન્યુઆરીએ ભગવાન શ્રી રામ મંદિરમાં પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાનાર છે ત્યારે રામ લાલાના અભિષેક કાર્યક્રમનો ઉત્સાહ ઓસ્ટ્રેલિયામાં જોવા મળી રહ્યો છે અને સ્થાનિક કક્ષાએ શ્રી રામ મહોત્સવ ઉજવવા તૈયારીઓ કરવામાં આવી રહી છે.
સિડનીમાં રામા ફાઉન્ડેશન દ્વારા 20મી જાન્યુઆરીએ શ્રી રામ મહોત્સવને લઈને અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે.ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીયો દ્વારા ખાસ Rama Foundationની રચના કરવામાં આવી છે. આ સંગઠનના બેનર હેઠળ બધા જ સ્વયંસેવકો અને ધાર્મિક સંસ્થાઓ એક્ઠા થઈને રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરી રહ્યા છે,રામા ફાઉન્ડેશન દ્વારા ભગવાન રામની રથયાત્રા નીકળશે અને શો ગ્રાઉન્ડ પર પહોંચશે. આ શો ગ્રાઉન્ડ પર નાનકડી પરેડ યોજાશે, જેમાં ભારતીય સંસ્કૃતિના દર્શન થશે. સાથે જ ભગવાન રામની થીમ પર જુદા જુદા શોઝ થશે, જેમાં શ્રી રામના જીવનકાળની ઘટનાઓ દર્શાવવામાં આવશે, અયોધ્યા વિશે માહિતી આપવામાં આવશે
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ શ્રી રામ લાલાની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને ભારતમાં ઉત્સવનો માહોલ છે,ત્યારે વિદેશોમાં પણ ભારતીય મૂળના લોકોમાં આ કાર્યક્રમને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રામા ફાઉન્ડેશન દ્વારા 20મી જાન્યુઆરીએ શ્રી રામ મહોત્સવને લઈને અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે.
સિડની સ્થિત રામા ફાઉન્ડેશન દ્વારા સ્થાનિક વહીવટીતંત્રની પરવાનગીથી અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હનુમાન ચાલીસા, રામ ધૂન, રામ પૂજા, મહા આરતી અને મહાપ્રસાદ વિતરણ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે.