@icc
પાકિસ્તાને 10 વિકેટથી ભારતને હરાવ્યું: ભારતીય બોલરોનું નિરાશાજનક પ્રદર્શન

નમસ્કાર ગુજરાત ન્યૂઝ. 

દુબઈના ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી. જેમા પાકિસ્તાને આસાન જીત મેળવી છે. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનની ઓપનિંગ જોડીએ પાકિસ્તાનને જીત અપાવી છે. પાકિસ્તાને 10 વિકેટે આ જીત મેળવી છે. પાકિસ્તાને પ્રથમ વખત વર્લ્ડ કપમાં ભારતને હરાવ્યું છે. અગાઉ 5 ટી20 મેચ રમાઈ હતી, જે તમામ મેચ ભારતે જીતી હતી.

@icc

પાકિસ્તાને 10 વિકેટથી મેચ જીતી

  • બાબર આઝમે 52 બોલમાં અણનમ 68 અને મોહમ્મદ રિઝવાને 55 બોલમાં અણનમ 79 રન કર્યા હતા. જેની સહાયથી PAK ટીમે 13 બોલ પહેલા મેચ જીતી લીધી હતી.
  • ODI વર્લ્ડ કપ અને T20 વર્લ્ડ કપમાં ભારત સામે પાકિસ્તાનનો આ પહેલો વિજય છે. ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપના ઈતિહાસમાં પ્રથમ મેચ 1992 માં રમાઈ હતી.
  • ભારત પાકિસ્તાન સામે વર્લ્ડ કપની મેચોમાં એક પણ વખત હાર્યું ન હતું, પરંતુ આજે આ વિનિંગ સ્ટ્રિક તૂટી ગઈ હતી.