ભારતની મુલાકાતે આવેલી વિદેશી મહિલા ઉપર ગેંગરેપની શરમજનક ઘટના સામે આવી છે.
ઝારખંડના દુમકાના હંસદિહા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શુક્રવારે મોડી રાત્રે એક સ્પેનિશ મહિલા પર સામૂહિક બળાત્કાર થયો હતો.
પોલીસે આ કેસમાં ત્રણ ઈસમોની અટકાયત કરી છે.
કહેવામાં આવી રહ્યું છે કે મહિલા તેના પતિ સાથે ભારત પ્રવાસ પર આવી છે.
શુક્રવારે રાત્રે આ દંપતી બાઇક પર બાંગ્લાદેશથી દુમકા પહોંચ્યું અને બિહાર આવ્યા બાદ ફરી નેપાળ જઈ રહ્યું હતુ ત્યારે રાત પડી જતા તેઓએ રાત્રે લગભગ 12 વાગ્યે, તેમણે હંસદીહા બજાર નજીક કુંજી-કુરુમહાટ નામની જગ્યાએ ટેન્ટ બનાવી તેમાં રોકાણ કર્યું હતું.
આ દરમિયાન સાતથી આઠ સ્થાનિક ઈસમો ત્યાં આવ્યા અને મહિલા સાથે ગેંગરેપ કર્યો હતો.
અધિકારીએ કહ્યું કે અત્યાર સુધીમાં ત્રણ ઈસમોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બાકીના લોકોની શોધ ચાલુ છે.
પીડિતાને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
આ ઘટનાને પગલે ભારે ચકચાર મચી ગઇ છે.