ભારત સામેની શ્રેણીમાં 1-0ની લીડ લીધી, સૂર્યા-રિંકુની અડધી સદી એળે ગઈ
દક્ષિણ આફ્રિકા સામે શ્રેણીની બીજી T-20 મેચમાં ટીમ ઈન્ડિયાની 5 વિકેટે હાર થઈ છે. વરસાદના કારણે બાજી બગડી અને આ મેચમાં સીધો ફાયદો સાઉથ આફ્રિકન ટીમને થયો હતો,મહત્વનું છે કે આ મેચમાં દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
ભારત પાંચ વર્ષ બાદ દક્ષિણ આફ્રિકા સામે તેના હોમ ગ્રાઉન્ડ પર T20 મેચ હારી ગયું છે.
ભારત સામેની આ મેચ જીતીને દક્ષિણ આફ્રિકાએ શ્રેણીમાં 1-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. વિગતો મુજબ દ.આફ્રિકાએ મંગળવારે રમાયેલી શ્રેણીની બીજી T-20 મેચ દરમ્યાન ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરી 180 રન બનાવ્યા હતા, જેની સામે દક્ષિણ આફ્રિકાને વરસાદના કારણે 15 ઓવરમાં 152 રનનો સંશોધિત ટાર્ગેટ મળતા આ લક્ષ્ય તેઓએ માત્ર 14 ઓવરમાં હાંસલ કરી જીત મેળવી લીધી હતી.
આફ્રિકા ટીમ તરફથી સુકાની એઈડન માર્કરમે 17 બોલમાં 30 રન અને રિઝા હેન્ડ્રીક્સે 29 બોલમાં 47 રન બનાવ્યા હતા. આ બંનેની ધુવાધાર ઇનિંગ્સને લઈ આફ્રિકાને જીત આસાન રહી હતી. આ સાથેજ દક્ષિણ આફ્રિકા 3 મેચની આ શ્રેણીમાં 1-0થી આગળ થઈ ગયું છે.
જ્યારે ટીમ ઈન્ડિયાની વાત કરવામાં આવેતો ભારતીય ટીમે 19.3 ઓવરમાં 7 વિકેટે 180 રન બનાવ્યા પણ વરસાદના પડવાનું શરૂ થઈ જતા મેચ રોકવી પડી હતી. આ દરમ્યાન કેપ્ટન સૂર્યકુમાર યાદવે 36 બોલમાં 56 રન કર્યા હતા, જ્યારે રિંકુ સિંહ જેણે 39 બોલમાં 68 રન બનાવ્યા હતા. રિંકુએ પોતાની ઇનિંગમાં 9 ફોર અને 2 સિક્સર ફટકારતા ભારતીય ખેલાડીઓનો જુસ્સો વધ્યો હતો પણ ટીમ ઈન્ડિયાની ઈનિંગ પૂરી થાય તે પહેલા જ વરસાદે મજા બગાડી હતી.
આ મેચમાં દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.