ગાંગુલી ડીસીની ત્રણેય ફ્રેન્ચાઈઝી ટીમના ડાયરેક્ટર હશે

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ફરી એકવાર દિલ્હી કેપિટલ્સ સાથે હાથ મિલાવ્યા છે. ફ્રેન્ચાઇઝીએ આ વખતે તેને એક મોટું પદ આપ્યું છે. ગાંગુલી ત્રણેય ફ્રેન્ચાઈઝી ટીમના ડાયરેક્ટર હશે. દિલ્હી કેપિટલ્સ ફ્રેન્ચાઇઝી પાસે ઇન્ટરનેશનલ લીગ T20 (ILT20) અને SA T20 (ILT20)માં અન્ય બે ટીમો છે.

ગાંગુલીએ ગયા વર્ષે ઓક્ટોબરમાં બીસીસીઆઈના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તે અગાઉ દિલ્હી કેપિટલ્સ સાથે કામ કરી ચૂક્યા છે. 2019માં તે ટીમનો મેન્ટર હતા. આ વખતે તે દિલ્હી કેપિટલ્સ તેમજ ઇન્ટરનેશનલ લીગ T20 ટીમ દુબઇ કેપિટલ્સ અને SA T20 ટીમ પ્રિટોરિયા કેપિટલ્સના ડિરેક્ટર પણ હશે. સમાચાર અનુસાર, 2023 IPL માટે મીની હરાજી દરમિયાન, ગાંગુલી અને રિકી પોન્ટિંગની સલાહ પર, દિલ્હીની ટીમે ખેલાડીઓને છોડ્યા અને પછી નવા ખેલાડીઓ પર દાવ લગાવ્યો હતો.

દિલ્હીએ આઈપીએલમાં આ ખેલાડીઓને ખરીદ્યા
મુકેશ કુમાર (5.50 કરોડ)
રિલે રુસો (4.60 કરોડ)
મનીષ પાંડે (2.40 કરોડ)
ફિલિપ સોલ્ટ (2 કરોડ)
ઈશાંત શર્મા (50 લાખ)

IPL 2023 માટે દિલ્હીની ટીમ
રિષભ પંત (સી), ડેવિડ વોર્નર, પૃથ્વી શો, મનીષ પાંડે, ફિલિપ સોલ્ટ, રિલે રુસો, રિપલ પટેલ, રોવમેન પોવેલ, સરફરાઝ ખાન, યશ ધુલ, મિશેલ માર્શ, લલિત યાદવ, અક્ષર પટેલ, એનરિચ નોર્ટજે, ચેતન સાકરિયા, કમલેશ નાગરકોટી , ખલીલ અહેમદ, લુંગી એન્ગીડી, મુસ્તાફિઝુર રહેમાન, અમન ખાન, કુલદીપ યાદવ, પ્રવીણ દુબે, વિકી ઓસ્તવાલ, ઈશાંત શર્મા, મુકેશ કુમાર.

રિષભ પંતના અકસ્માતનો ભોગ બન્યા બાદ ડેવિડ વોર્નરને IPL 2023માં દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન બનાવવામાં આવી શકે છે. જો પંત આઈપીએલ પહેલા ફિટ થઈ જશે તો તે સુકાનીપદ સંભાળશે.