સંગીત જગતમાં શોકની લહેર, વડાપ્રધાન મોદી સહિત અનેક હસ્તીઓએ આપી શ્રદ્ધાંજલિ

નમસ્કાર ગુજરાત ન્યૂઝ
લોકપ્રિય ગાયક કેકેનું મંગળવારે સ્ટેજ શો કરતી વખતે 53 વર્ષની વયે અવસાન થયું. કોલકાતાની વિવેકાનંદ કોલેજમાં ચાલી રહેલા કાર્યક્રમમાં તે ગાતો હતો. આ કોન્સર્ટ પછી, તેમને હાર્ટ એટેક આવ્યો, જેના કારણે તેમની તબિયત વધુ વણસી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. પીએમ નરેન્દ્ર મોદી સહિત અનેક હસ્તીઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

સિંગર કેકે દિલ્હીના રહેવાસી હતા
સિંગર કેકેનું પૂરું નામ કૃષ્ણકુમાર કુન્નાથ હતું પરંતુ તેઓ સિંગર કેકે તરીકે વધુ પ્રખ્યાત હતા. તેઓ દિલ્હીના રહેવાસી હતા. તેમણે ત્યાંની કિરોરી માલ કોલેજમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું. તેઓ બાળપણથી જ પ્રખ્યાત ગાયક કિશોર કુમાર અને સંગીતકાર આરડી બર્મનથી ખૂબ પ્રભાવિત હતા. બીજા વર્ગમાં ભણતી વખતે પહેલી વાર તેમણે સ્ટેપ પર સિંગિંગ પરફોર્મન્સ આપ્યું હતું. એ પછી ધીમે-ધીમે ગાવાનો શોખ એટલો વધી ગયો કે તેમને કરિયર બનાવી લીધી.

ગાયક બનતા પહેલા સેલ્સમેનનું કામ કર્યું હતું
રસપ્રદ વાત એ છે કે સિંગર બનતા પહેલા તેણે લગભગ 8 મહિના સેલ્સમેન તરીકે કામ કર્યું હતું. જો કે, તેમને તે કામ કરવાનું મનમાં ઉતરી રહ્યું નહતું અને તેઓ જલ્દી સમજી ગયા કે તેમનો સાચો પ્રેમ સિંગિંગ જ છે. વર્ષ 1994માં તે મુંબઈ પહોંચ્યો અને પછી ગાયિકા શિબાની કશ્યપ સાથે જિંગલ્સ ગાવાનું શરૂ કર્યું. આ કામમાં તેમની પત્ની અને પરિવારનો પણ સાથ હતો. તેમણે માત્ર હિન્દી જ નહીં પરંતુ ગુજરાતી, તેલુગુ, તમિલ, કન્નડ, મરાઠી, બંગાળી અને મલયાલમ ગીતોમાં પણ પોતાનો અવાજ આપ્યો.

આ ગીત 3 હજાર જિંગલ્સમાં ગવાયું હતું
જો કેકેની સિંગિંગ કરિયરની વાત કરીએ તો તેમણે 3 હજારથી વધુ જિંગલ્સ ગાયા હતા. વર્ષ 1999માં તેણે સંજય લીલા ભણસાલીની ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમનું ગીત ‘તડપ-તડપ’ ગીત ગાયું હતું. જેને તેમને પ્રથમવાર દેશભરમાં ઓળખ આપી. એ જ વર્ષે તેમનું એક આલ્બમ પણ બહાર પડ્યું. આ આલ્બમનું એક ગીત ‘યાદ આયેગા વો પલ’ યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય બન્યું હતું. આજે પણ તે શાળા-કોલેજોના વિદાય સમારોહમાં ગવાતું લોકપ્રિય ગીત છે.