પીવી સિંધુએ સિંગાપોર ઓપન જીતી: ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ ઈતિહાસ રચ્યો છે. સિંગાપોર ઓપન ફાઈનલ મેચમાં તેણે ચીનની વાંગ ઝી યીને 21-9, 11-21, 21-15થી હરાવી હતી.

PV Sindhu Wins Singapore Open: ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ ઈતિહાસ રચ્યો છે. સિંગાપોર ઓપન ફાઈનલ મેચમાં તેણે ચીનની વાંગ ઝી યીને 21-9, 11-21, 21-15થી હરાવી હતી. સિંધુએ પ્રથમ વખત સિંગાપોર ઓપનનું ટાઈટલ જીત્યું છે.  ત્રીજી ક્રમાંકિત પીવી સિંધુએ આ મેચમાં પ્રથમ ગેમ એકતરફી રીતે જીતી હતી પરંતુ વાંગે બીજી ગેમ જીતીને શાનદાર વાપસી કરી હતી. ત્રીજી ગેમમાં બરાબરીનો મુકાબલો હતો, જ્યાં સિંધુએ બાજી મારી હતી.

અગાઉ સેમિફાઇનલ મેચમાં સિંધુએ જાપાનની સાઇના કાવાકામીને 21-15, 21-7થી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા સિંધુએ આ વર્ષે એશિયન ચેમ્પિયનશિપમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સાથે તેણે આ વર્ષે સૈયદ મોદી ઈન્ટરનેશનલ અને સ્વિસ ઓપનનો ખિતાબ પણ જીત્યો હતો. હવે આ 27 વર્ષીય ખેલાડીએ સિંગાપોર ઓપનનું સુપર 500 ટાઈટલ જીતીને કોમનવેલ્થ ગેમ્સ માટે પણ પોતાનો ઈરાદો વ્યક્ત કર્યો છે.