ન્યુઝીલેન્ડના બે નાગરિકો પણ થયા ઇજાગ્રસ્ત, 30 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા

લંડનથી સિંગાપુર જઈ રહેલી સિંગાપુર એરલાઈન્સની ફ્લાઈટમાં એર ટર્બ્યુલન્સની ગંભીર ક્ષતી સર્જવાના કારણે એક વ્યક્તિનું મોત થયું હતુ અને 30થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે.

સિંગાપુર એરલાઈન્સની ફ્લાઈટ SQ321 હીથ્રો એરપોર્ટથી સિંગાપુર જઈ રહી હતી ત્યારે એર ટર્બ્યુલન્સ સર્જાતાં એક મુસાફરનું મોત થઈ ગયું હતું જ્યારે 30થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા. સિંગાપોર એરલાઈન્સે મૃતક પેસેન્જરના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.


ફ્લાઇટ સિંગાપોરના ચાંગી એરપોર્ટ પર સાંજે 6:10 વાગ્યે લેન્ડ થવાની હતી પણ ફ્લાઈટમાં એર ટર્બ્યુલન્સની સ્થિતિ સર્જાતા ફ્લાઈટનું સ્થાનિક સમય પ્રમાણે બપોરે 3:45 વાગ્યે બેંગકોકમાં સુવર્ણભૂમિ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ ફ્લાઇટમાં કુલ 211 મુસાફરો ઉપરાંત 18 ક્રૂ મેમ્બર સવાર હતા.

વિમાનના લેન્ડિંગ બાદ તરત જ એમ્બ્યુલન્સ સહિતના વાહનો એરપોર્ટ પર પહોંચી ગયા હતા ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એરક્રાફ્ટના હવાના દબાણ અને ગતિમાં અચાનક ફેરફાર થાય છે ત્યારે તેને એર ટર્બ્યુલન્સ કહેવામાં આવે છે. આપને જણાવી દઈએ કે એર ટર્બ્યુલન્સ શબ્દનો વારંવાર એવીયેશન સેક્ટરમાં ઉપયોગ થાય છે.

આ એક ભયાનક ઘટના છે જેમાં ટર્બ્યુલન્સ વાસ્તવમાં હવાના પ્રવાહમાં દબાણ અને ગતિમાં અચાનક ફેરફાર થતાં વિમાન હાલક ડોલક થવા લાગે છે અને પ્લેન હચમચી જાય છે અને ઉપર અને નીચે હિલોળા લે છે. ટર્બ્યુલન્સને કારણે લાંબા સમય સુધી પ્લેનમાં આંચકા અનુભવાય છે, જેના પરિણામો અત્યંત ભયાવહ બની શકે છે આ મુસાફરો માટે ખુબજ ડરામણો અનુભવ હોય છે. એરલાઇને કહ્યું હતું કે અમારી પ્રાથમિકતા એ છે કે વિમાનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવે.

સિંગાપોર એરલાઈન્સે જણાવ્યું હતું કે અમે જરૂરી તબીબી સહાય પૂરી પાડવા માટે થાઇલેન્ડમાં સ્થાનિક સત્તાવાળાઓ સાથે કામ કરી રહ્યા છીએ અને કોઈ પણ સહાય પૂરી પાડવા માટે એક ટીમ બેંગકોક મોકલી રહ્યા છીએ.

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલ એરલાઇનના અગાઉના નિવેદનમાં નીચે પ્રમાણે બોર્ડમાં રહેલા લોકોની રાષ્ટ્રીયતાની સૂચિ હતી: ઑસ્ટ્રેલિયાથી 56, ન્યુઝીલેન્ડથી 23, કેનેડાથી 2, જર્મનીથી 1, ભારતથી 3, ઇન્ડોનેશિયાથી 2, આઇસલેન્ડથી 1, 4 આયર્લેન્ડમાંથી 1 ઈઝરાયેલથી, 16 મલેશિયાથી, 2 મ્યાનમારથી, 5 ફિલિપાઈન્સથી, 41 સિંગાપોરથી, 1 દક્ષિણ કોરિયાથી, 2 સ્પેનથી, 47 યુનાઈટેડ કિંગડમથી અને 4 યુનાઈટેડ સ્ટેટ્સમાંથી.