પાટોત્સવની સાથે શિતળા માતાની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, 4000 ભાવિક ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો

નમસ્કાર ગુજરાત ન્યૂઝ વલસાડ
વલસાડના તિથલ રોડ ખાતેનાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આવેલા સુપ્રસિદ્ધ સિદ્ધેશ્વર મહાદેવ મંદિરનો ભવ્ય પાટોત્સવ યોજાયો હતો. બે દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા અને પાટોત્સવ મહોત્સવમાં અંદાજે દસ હજાર ભાવિક ભક્તોએ ભાગ લીધો હતો. તારીખ 20-4-2022 ના રોજ શીતળા માતાના મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા સહિત ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તો ગુરુવારે પાટોત્સવ યજ્ઞના ભવ્ય મહાપ્રસાદનું આયોજન થયું હતું. જેનો લાભ 4 હજાર ભક્તો એ લીધો હતો.
વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, મહિલા બાળકલ્યાણ અધ્યક્ષ સોનલબેન સોલંકી, સરપંચ સંઘના પ્રમુખ વિનોદ પટેલ, ભાગડાવાડા ગામના સરપંચ ધર્મેશ પટેલ, ન્યાય સમિતિ અધ્યક્ષ ધવલ પટેલ , તેમજ જિલ્લા યુવા ભાજપ પ્રમુખ સ્નેહિલ દેસાઇ સહિત ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વલસાડના જાણીતા બિલ્ડર ખીમજીભાઈ ચાવડા, ચંદ્રેશ ભાનુશાલી સહિત જિલ્લાના બિલ્ડરોના પરિવારજનો સહિત ગુંદલાવ જી.આઇ.ડી.સીના જાણીતા રાજલક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝના માલિક રમેશ ભાઈ શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે રજવાડી ગ્રુપના ધરમશી ભાઈ છેડા એ ટેલીફોનીક માધ્યમથી શુભકામનાઓ પાઠવી હતી .
પ્રેસ ક્લબ ઓફ વલસાડના પ્રમુખ ઉત્પલ ભાઈ દેસાઈ પત્રકાર વેલ્ફર એસોસિયેશન ના પ્રમુખ હર્ષદભાઈ આહીર, ગુજરાત મિત્ર બ્યુરો ચીફ અપૂર્વ પારેખ દમણ ગંગા ટાઈમ્સના કમલેશ ભાઈ હરિયા વાલા, સંદેશના બ્રિજેશ ભાઈ પાંડે, માયા ન્યૂઝ પેપરના તંત્રી પ્રેમભાઈ માલાણી ઈન ગુજરાતના અક્ષયભાઈ, કદમ સત્ય ન્યુઝના બ્યુરો ચીફ હેરત સિંહ રાઠોડ, આયુષ પટેલ તેમજ ભાજપ મીડિયા કન્વીનર દિવ્યેશ ભાઈ પાંડે સહિત પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા .
શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર સેવા સમિતિ, શ્રી બજરંગ યુવક મંડળ, જય માતાજી મંડળ,અગ્નીવીર ગૌ સેવા દળ, આશાપુરા મહિલા મંડળ, ઉમિયા મહિલા મંડળ સહિત તમામ ગુજરાત હાઉસિંગ બોર્ડના રહેવાસીઓ દ્વારા ઉઠાવવામાં આવી હતી.