અયોધ્યામાં શ્રી રામલલાના અભિષેક માટે પીએમ મોદીએ હાથમાં પૂજા સામગ્રી લઈને રામ મંદિરમાં પ્રવેશ કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે હાથમાં ચાંદીનું છત્ર લઇને મંદિરમાં પ્રવેશ કર્યો હતો. શંખની મંગળ ધ્વનીનાદના ભક્તિમય માહોલમાં પીએમ મોદીએ મુરલી દ્વારથી રામ મંદિરમાં પ્રવેશ કર્યો હતો.

રામલલાનો અભિષેક શરૂ થઈ ગયો છે.

પીએમ બપોરે 12:05 થી 12:55 સુધી પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની વિધિ પૂર્ણ કરશે. વડાપ્રધાનની મંદિર પરિસરમાં એન્ટ્રી થતાં જ શંખનાદ થયો હતો. નરેન્દ્ર મોદીના હાથમા વસ્ત્ર અને ચાંદીનું છત્ર હતા અને તે ગર્ભગૃહમાં પહોચ્યા હતા.
મંગલ નાદ વચ્ચે રામ લાલાના પ્રાણ પ્રતિષ્ઠા અભિષેકની વિધિ શરૂ થઈ ગઈ છે.
પીએમ મોદી સાથે મોહન ભાગવત પણ હાજર છે. પીએમ મોદી રામ મંદિરના ગર્ભગૃહમાં પૂજા કરી રહ્યા છે

આપને જણાવી દઈએ કે પીએમ મોદી સહિત ચાર વ્યક્તિઓ જ ગર્ભગૃહમાં હાજર છે. જેમાં આરએસએસના વડા મોહન ભાગવત, યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ, સીએમ યોગી આદિત્યનાથ અને રામ મંદિર ટ્રસ્ટના મુખ્ય પૂજારી છે.