ભારતમાં અયોધ્યામાં તા.22મી જાન્યુઆરીના રોજ યોજાનાર શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા સમગ્ર વિશ્વમાં વસતા ભારતીય સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે ન્યુઝીલેન્ડના ઓકલેન્ડ ખાતે શ્રી રામ મહોત્સવ અંતર્ગત તા.21મી જાન્યુઆરીના રોજ શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કોમ્યુનિટી દ્વારા અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત ભાવિકો રામમય બન્યા હતા અને વિદેશની ધરતી ઉપર વાતાવરણ ભક્તિ સભર બન્યું હતું.

અહીંના આઉટર ઓવલ, ઈડન પાર્ક,64 સેન્ડ્રિંગહામ રોડ, ઓકલેન્ડ ખાતે બપોરે 1 વાગ્યાથી સાંજના 6 કલાક સુધી મહાયજ્ઞ,ભજન,શોભાયાત્રા, શ્રી રામ જન્મભૂમિનો ઇતિહાસ,બાળકો અને યુવાનો માટે વકૃતવ સ્પર્ધા,ઇનામ વિતરણ સહિત મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગુજરાતી અને ભારતીય સમાજના ભાવિકોએ ભાગ લીધો હતો.